Airtel Unlimited Data Pack :એરટેલનો સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા પ્લાન લોન્ચ,જાણો કિંમત, વેલિડિટી અને કમ્પ્લીટ ડિટેલ્સ

Airtel Unlimited Data Pack : ઍરટેલ પોતાના ગ્રાહકોને આ ડેટા પેકમાં અનલિમિટેડ નેટની સુવિધા આપે છે અને પેકની વેલિડિટી 24 કલાક છે, એક દિવસ પછી આ ડેટા પેક નિષ્ક્રિય થઇ જશે, આ અનલિમિટેડ ડેટાપેકમાં મળતું ઈન્ટરનેટ 5જી હશે.

Airtel Unlimited Data Pack : ઍરટેલ પોતાના ગ્રાહકોને આ ડેટા પેકમાં અનલિમિટેડ નેટની સુવિધા આપે છે અને પેકની વેલિડિટી 24 કલાક છે, એક દિવસ પછી આ ડેટા પેક નિષ્ક્રિય થઇ જશે, આ અનલિમિટેડ ડેટાપેકમાં મળતું ઈન્ટરનેટ 5જી હશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Airtel Unlimited Data Pack

એરટેલ અનલિમિટેડ ડેટા પેક

ભારતી એરટેલ એ સ્વતંત્રતા દિવસ પહેલા પોતાનાં યુઝર્સ માટે એક નવો સસ્તો ડેટા પેક લોન્ચ કર્યો છે. આ ડેટા પેકનો સૌથી વધુ ફાયદો એ યુઝર્સને થશે જે લોકોને ક્યારેક વધારે ડેટાનો ઉપયોગ કરવો પડે છે. ઍરટેલએ આ ડેટા પેકને ઓફિસિયલ વેબસાઈટ પર લિસ્ટ કરેલ છે ત્યારબાદ ગ્રાહક આ ડેટા પેક ખરીદી શકે છે, જો તમે પણ એરટેલનો નંબર યુઝ કરો છો તો રાહ જોયા વગર આ બેનીફીશીયલ ડેટા પેકની કિંમત, વેલિડિટી અને મળતા બેનેફિટ્સની સંપૂર્ણ વિગત અહીં છે,

Advertisment

Airtel 99 Data Pack : કિંમત અને ફાયદો

ભારતી ઍરટેલએ આ નવા ડેટા પેકને 99 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો છે, આ ડેટા પ્લાનમાં યુઝર્સને એક દિવસ માટે અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા મળશે. પરંતુ આ ડેટા પેકને માત્ર ઍરટેલના પ્રીપેડ નંબર વાળા યુઝર્સ જ ઉપયોગ કરી શકે છે. પોસ્ટપેડ નંબર વાળા ગ્રાહકો માટે આ ડેટા પેક માન્ય નથી.

આ પણ વાંચો: Samsung Galaxy Z Fold5 Review : સેમસંગ ગેલેક્ષી ફોલ્ડ 5 સ્માર્ટફોનના રીવ્યુ, ફ્લેગશિપ બિઝનેસ ફોનના જાણો ખાસ ફીચર્સ

ડેટા પેકની વેલિડિટી:

ઍરટેલ પોતાના ગ્રાહકોને આ ડેટા પેકમાં અનલિમિટેડ નેટની સુવિધા આપે છે અને પેકની વેલિડિટી 24 કલાક છે, એક દિવસ પછી આ ડેટા પેક નિષ્ક્રિય થઇ જશે, આ અનલિમિટેડ ડેટાપેકમાં મળતું ઈન્ટરનેટ 5જી હશે.

Advertisment

ડેટા પેક લિમિટ :

એરટેલ માટે ડેટા પેકમાં પ્રીપેડ યુઝરને એક દિવસ માટે અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા મળે છે, પરંતુ 30 જીબી ડેટા ઉપયોગ કર્યા પછી ગ્રાહકને કંઈક રિસ્ટ્રિક્શન લગાવામાં આવશે. આ પ્લાન મુજબ, ગ્રાહક દ્વારા 30 જીબી ડેટા યુઝ કર્યા પછી ઈન્ટરનેટ ગ્રાહકને મળશે અને સ્પીડ 64kbps ની હશે.

આ પણ વાંચો: MapmyIndia Mappls : આ સ્વતંત્રતા દિવસે મેપ ઇન્ડિયા મેપલ્સએ દેશભક્તિ વ્યક્ત કરતી એક નવી ડિજિટલ પહેલ કરી

શું છે કન્ડિશન?

ઍરટેલની તરફથી આ અનલિમિટેડ ડેટા પ્લાનનો ઉપયોગ કરવા માટે એક શરત છે કે, જે નંબર પર આ ડેટા પેકને ગ્રાહક ઉપયોગ કરવા ઈચ્છે છે તેના પર બેઝ રિચાર્જ પ્લાન હોવું જરૂરી છે. જે પ્રીપેડ નંબર પર કંપનીનો કોઈ પ્લાન એકટીવ નહિ તે નંબર પર આ અનલિમિટેડ ડેટા પ્લાનનો ઉપયોગ થઇ શકે નહિ.

ટેકનોલોજી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ બિઝનેસ