તમારે 5G માટે દર મહિને કેટલો ખર્ચ કરવો પડશે? ચેક કરો Airtel, Jio સહિત કંપનીઓના રિચાર્જ પ્લાન

India 5G service price : ભારતમાં 5જી સર્વિસ લોન્ચ (5G Launch) થઈ ગઈ છે. એરટેલે (Airtel) કેટલાક શહેરમાં આંશિક સેવા શરૂ કરી, તો જિયો (Jio) દિવાળી આસપાસ કરશે. તો જોઈએ એરટેલ 5જી રિચાર્જ પ્લાન (5G recharge plans) અને જિયો 5જી રિચાર્જ પ્લાન અંદાજિત કેવો રહેશે.

India 5G service price : ભારતમાં 5જી સર્વિસ લોન્ચ (5G Launch) થઈ ગઈ છે. એરટેલે (Airtel) કેટલાક શહેરમાં આંશિક સેવા શરૂ કરી, તો જિયો (Jio) દિવાળી આસપાસ કરશે. તો જોઈએ એરટેલ 5જી રિચાર્જ પ્લાન (5G recharge plans) અને જિયો 5જી રિચાર્જ પ્લાન અંદાજિત કેવો રહેશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

અપેક્ષિત Airtel, Jio રિચાર્જ પ્લાન

India 5G service price : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તાજેતરમાં દેશમાં 5G સેવા (5G service) શરૂ કરી છે. ત્યારથી, દેશમાં ટેલિકોમ ક્ષેત્ર (telecom sector) માટે કામ કરતી સ્થાનિક અને વિદેશી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ વતી 5G સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં, એરટેલે (Airtel) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગ્લોર, ગુરુગ્રામ, ચેન્નઈ સહિત કુલ 8 શહેરોમાં આંશિક રીતે 5G સેવા શરૂ કરી છે. તો, Jio આ વર્ષે દિવાળીની આસપાસ 5G સેવા શરૂ કરવાની વાત પણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ 5G સેવા માટે કેવા રિચાર્જ પ્લાન (5G recharge plans) ઓફર કરશે. ચાલો તેના વિશે જાણવા માટે એક નજર કરીએ.

Advertisment

5G સર્વિસ માટે દર મહિને આટલો ખર્ચ કરવો પડશે

પીએમ મોદીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, પહેલા 1GB ઈન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 300 રૂપિયા હતી, પરંતુ હવે તે લગભગ 10 રૂપિયા થઈ ગઈ છે. અત્યારે દેશમાં એક ઈન્ટરનેટ યુઝર દર મહિને સરેરાશ 14GB ડેટા વાપરે છે. 300 રૂપિયા પ્રતિ GBના દરે, 14GB ડેટાની કિંમત 4200 રૂપિયા થઈ ગઈ. પરંતુ કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે આજે સરેરાશ 125 રૂપિયાથી 150 રૂપિયા પ્રતિ મહિને ઉપયોગમાં લેવાતા ડેટા માટે ખર્ચ થઈ રહ્યો છે. Jio 5G પ્લાન અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે, દેશના ટેલિકોમ સેક્ટર માટે કામ કરતી તમામ કંપનીઓની સરખામણીમાં Jioનો પ્લાન સૌથી સસ્તો હશે. તો, એરટેલની બાજુએ એવું કહેવામાં આવ્યું છે કે, હાલમાં 4G સેવા માટે જે રિચાર્જ પ્લાન ચાલી રહ્યા છે, તે જ પ્લાન 5G સેવા માટે હશે.

અપેક્ષિત 5G સર્વિસ પ્લાન

સરેરાશ, દેશના લોકો ઇન્ટરનેટ ડેટા સાથે તમામ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે દર મહિને 400 થી 600 રૂપિયાનો ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 5G સેવા માટે રિચાર્જ પ્લાનની કિંમત આ શ્રેણીમાં હશે. જો કે, આ માટે ગ્રાહકોએ એરટેલ અને જિયોની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. Vodafone-Idea (Vi) કંપની વિશે વાત કરીએ તો, તેમની તરફથી 5G સેવા શરૂ કરવા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. BSNL આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ 5G સેવા શરૂ કરશે, તેથી આ બંને ટેલિકોમ સેવા સંસ્થાઓના ગ્રાહકોએ આ સેવા માટે લાંબી રાહ જોવી પડશે.

Express Exclusive