/indian-express-gujarati/media/media_files/2025/12/30/bandar-apna-dost-youtube-2025-12-30-20-33-00.jpg)
અભ્યાસમાં ઓળખવામાં આવેલી સૌથી વધુ જોવાયેલી 'AI સ્લોપ' ચેનલ બંદર અપના દોસ્ત (Bandar Apna Dost) છે Photograph: ((Image source: @bandar_apna_dost/Instagram))
Bandar Apna Dost YouTube : AI કન્ટેન્ટને લઇને જ્યાં બધે શોર મચી રહ્યો છે. આ દરમિયાન એક નવી ગ્લોબલ સ્ટડીમાં બહાર આવ્યું છે કે યુટ્યુબ પર AI જનરેટેડ સામગ્રીની સૌથી વધુ જોવાતી ચેનલ ભારતમાં છે. એઆઈ વીડિયો બનાવીને, આ ચેનલ દર વર્ષે લગભગ 4.25 મિલિયન ડોલર (લગભગ 38 કરોડ રૂપિયા) કમાણી કરી રહી છે.
વિશ્વની સૌથી લોકપ્રિય 15,000 યુટ્યુબ ચેનલોનું વિશ્લેષણ કરાયું
વિડિઓ-એડિટિંગ પ્લેટફોર્મ Kapwing દ્વારા પ્રકાશિત આ અહેવાલમાં વિશ્વની સૌથી લોકપ્રિય 15,000 યુટ્યુબ ચેનલોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં સેંકડો એવી ચેનલોની ઓળખ કરવામાં આવી છે જે એઆઈ-જનરેટેડ, લો ક્વોલિટી વાળી ‘AI સ્લોપ (AI slop)'કોન્ટેન્ટની ભરમાર છે. આ વીડિયો ખૂબ જ ઓછા માનવ હસ્તક્ષેપ સાથે એઆઈની મદદથી બનાવવામાં આવે છે. ઘણીવાર અર્થપૂર્ણ વાર્તા કહેવાને બદલે વધારેમાં વધારે વ્યૂઝ મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે.
આ અહેવાલ અનુસાર લગભગ 278 ચેનલોમાં સંપૂર્ણ રીતે 'AI સ્લોપ' કોન્ટેન્ટ વાળા છે. આ બધી ચેનલોએ 63 અબજથી વધુ વ્યૂઝ અને 221 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પ્રાપ્ત કર્યા છે, જે ઓનલાઇન સામગ્રી બનાવવાની દુનિયામાં એક મોટા અને નવો ફ્રન્ટ દર્શાવે છે.
Bandar Apna Dost ચેનલના 2.76 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
અભ્યાસમાં ઓળખવામાં આવેલી સૌથી વધુ જોવાયેલી 'AI સ્લોપ' ચેનલ બંદર અપના દોસ્ત (Bandar Apna Dost) છે. આ ચેનલમાં એનિમેટેડ શોર્ટ્સ બતાવવામાં આવે છે જેમાં માનવીય ગુણો વાળો એક બંદર અને હલ્ક જેવા શક્તિશાળી શરીર વાળો એક પાત્ર કોમિક અને અજીબ પરિસ્થિતિથિઓમાં જોવા મળે છે. આ ચેનલને અત્યાર સુધીમાં 2.07 અબજથી વધુ વ્યૂઝ અને 2.76 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. તેનો ઝડપી ગ્રોથ દર્શાવે છે કે કેવી રીતે ખૂબ જ ઓછી કિંમતે બનાવવામાં આવેલી AI સામગ્રી પણ મોટા પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે.
ટેક્નોલોજી અને ડિજિટલ રાઇટ્સ પર સંશોધન કરનારી રિસર્ચર રોહિણી લક્ષાને The Guardian જણાવ્યું હતું કે Bandar Apna Dost ની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેનું વાહિયાત પ્રેઝન્ટેશન, વધુ પડતા મર્દાગની વાળા પાત્રો અને કોઇ સ્પષ્ટ કહાની ન હોવી છે. જેના કારણે નવા દર્શકો માટે જોવાનું અને સમજવાનું સરળ બને છે.
આ પણ વાંચો - આ કંપનીએ 1158cc વાળું પાવરફૂલ બાઇક લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ
Kapwing વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે યુટ્યુબ પર યુઝર્સને બતાવવામાં આવેલી સામગ્રીમાં AI-જનરેટેડ વીડિયોનો હિસ્સો ખૂબ મોટો થઈ ગયો છે. નવા યુઝર્સને સૂચવવામાં આવેલા કોન્ટેન્ટમાં 20 ટકાથી વધુ વીડિયો 'એઆઈ સ્લોપ' ની શ્રેણીમાં આવે છે, જે પ્લેટફોર્મ પર કોન્ટેન્ટની ગુણવત્તા એટલે ક્વોલિટીને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે.
સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી
સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારની મોટા પાયે સામગ્રી વધારે વિચારીને અને મહેનતથી બનાવવામાં આવેલા ક્રિએટર-સંચાલિત વીડિયોને પાછળ છોડી શકે છે. આ એટલા માટે છે કારણ કે અલ્ગોરિધમિક રિકમેંડેશન સિસ્ટમ, મૌલિકતા કરતાં વોચ ટાઇમ અને એંગેજમેન્ટને પ્રાથમિકતા આપે છે.
એકંદરે, Bandar Apna Dost જેવી ચેનલોની સફળતા દર્શાવે છે કે એઆઈ સામગ્રી વૈશ્વિક સ્તરે મોટા દર્શકોને આકર્ષિત કરવાની અને વિશાળ આવક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us