Tax Collection: દેશમાં ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. ગ્રોસ ટેક્સ કલેક્શન વર્તમાન નાણાંકીય વર્ષ 2022-23માં અત્યાર સુધી 26 ટકા વધીને 13.63 લાખ કરોડ રૂપિયાથી વધારે થયું છે. આ વધારામાં ટીડીએસ કપાત અને કોર્પોરેટર ટેક્સ કલેક્શનના (Corporate Tax Collection)શાનદાર પ્રદર્શનનું વિશેષ યોગદાન રહ્યું છે. એક આધિકારિક નિવેદન પ્રમાણે વર્તમાન વિત્ત વર્ષમાં અત્યાર સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.35 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સ સામેલ છે.
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 25.90 ટકાનો વધારો
વિત્ત મંત્રાલયના મતે વર્તમાન વિત્ત વર્ષ 2022-23 માટે 17 ડિસેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની રકમ 11,35,745 રહી, જે ગત વર્ષના સમાન ગાળામાં 9,47,959 કરોડ રૂપિયા હતી. તેનો અર્થ એ છે કે વાર્ષિક આધાર પર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19.81 ટકાનો વધારો થયો છે. જ્યારે ગ્રોસ ડાયરેક્ટ કલેક્શન 13,63,649 કરોડ રૂપિયા રહ્યું, જે સમાન ગાળામાં ગત વર્ષે 10,83,150 કરોડ રૂપિયા હતું. તેનો અર્થ એ છે કે વાર્ષિક આધાર પર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 25.90 ટકાનો વધારો થયો છે.
વર્તમાન વિત્ત વર્ષ દરમિયાન 2,27,896 કરોડ રૂપિયાનું રિફંડ પણ જાહેર કરવામાં આવ્યું છે. નેટ ડાયરેક્ટ કલેક્શન 11.32 લાખ કરોડમાં કોર્પોરેશન ટેક્સ 6,06,679 કરોડ રૂપિયા અને પર્સનલ ઇન્કમ ટેક્સ 5,26,477 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો – ગોલ્ડ બોન્ડ એટલે સોનામાં રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો તેના ફાયદા અને નવો બોન્ડ ઇશ્યૂ ક્યારે ખુલશે
બજેટમાં વર્તમાન વિત્ત વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ 14.20 લાખ કરોડ રૂપિયાનો લગાવવામાં આવ્યો હતો. જે ગત વિત્ત વર્ષ 2021-22માં 14.10 લાખ રૂપિયાથી વધારે હતો. બીજી તરફ વર્તમાન નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ, બીજા અને ત્રીજા ક્વાર્ટર માટે એડવાન્સ ટેક્સ કલેક્શન 5,21,302 કરોડ રૂપિયા રહ્યું છે. જે ગત વર્ષના ગાળાથી 12.83 ટકા વધારે છે.
આયકર રિટર્ન ફાઇલ કરવાની ગતિમાં ઉલ્લેખનીય વૃદ્ધિ
સીબીડીટીએ આગળ કહ્યું કે વર્તમાન વિત્ત વર્ષ દરમિયાન દાખલ આયકર રિટર્ન ફાઇલ કરવાની ગતિમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ છે. લગભગ 96.5 ટકા વિધિવત સત્યાપિત આઈટીઆર 17 ડિસેમ્બર સુધી સંશાધિત કરાયા છે. જેના પરિણામે વર્તમાન વિત્ત વર્ષમાં જારી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 109% ના વધારા સાથે ઝડપથી જારી કર્યા છે. ગત વર્ષે આ ગાળા દરમિયાન જારી કરાયેલા 1,35,191 કરોડ રૂપિયાના રિફંડના મુકાબલે આ વર્ષે અત્યાર સુધી કુલ 2,27,896 કરોડ રિફંડ જારી કરવામાં આવ્યા છે.