India EU Trade Deal: ભારત EU મુક્ત વેપાર કરારથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે? કઇ કઇ ચીજો સસ્તી થશે?

India EU Free Trade Agreement Benefits : ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારને PM મોદીએ મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી વિશ્વનો સૌથી મોટો કરાર કહ્યો છે. આ વેપાર કરારથી ભારતના સામાન્ય વ્યક્તિ થી લઇ ઉદ્યોગોને શું ફાયદો થશે તેની ચર્ચાઓ થઇ રહી છે.

India EU Free Trade Agreement Benefits : ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારને PM મોદીએ મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી વિશ્વનો સૌથી મોટો કરાર કહ્યો છે. આ વેપાર કરારથી ભારતના સામાન્ય વ્યક્તિ થી લઇ ઉદ્યોગોને શું ફાયદો થશે તેની ચર્ચાઓ થઇ રહી છે.

author-image
Ajay Saroya
New Update
India EU Trade Deal Benefits | mother of all deals | india EU Free Trade Deal | India EU FTA

India EU Trade Deal Impact : ભારત યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર થયા છે. Photograph: (Freepik)

EU India Free Trade Agreement Impact : ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર સોદો થયો છે, જેને મધર ઓફ ઓલ ડીલ પણ કહેવામાં આવે છે. 18 વર્ષ સુધી લાંબી વાટાઘાટો બાદ 27 જાન્યુઆરી, 2026ના રોજ ભારત EU વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. આ ટ્રેડ ડીલથી ભારત યુરોપન 1, 2 કે 3 નહીં પણ ફ્રાન્સ અને જર્મની જેવા 27 દેશો સાથે સરળતાથી વેપાર કરી શકશે. આ વેપાર કરાર સામાન્ય વ્યક્તિ થી લઇ ઉદ્યોગો અને વેપારીઓને શું ફાયદો થશે? કઇ ચીજ સસ્તી થશે? ભારતની અર્થવ્યવસ્થા પર કેવી અસર થશે? અહીં જાણો ભારત EU વેપાર કરારના 10 ફાયદા

Advertisment

ભારત માંથી નિકાસ વધશે

આ વેપાર સોદા બાદ ભારત અને યુરોપિયન યુનિયનની નિકાસમાં ઝડપી વધારો થશે. તેનાથી ટેક્સટાઇલ, રેડિમેટ ગારમેન્ટ, લેધર, જ્વેલરી, ફાર્મા સેક્ટર, એન્જિનિયરિંગ ગુડ્સ પર ટેરિફ ઘટી થશે. આ પ્રોડક્ટો માટે યુરોપનું બજાર સંપૂર્ણપણ ખુલી જશે. એક પ્રાથમિક અનુમાન મુજબ આ મુક્ત વેપાર કરાર થી ભારતની નિકાસમાં વર્ષ 2031 સુધી 50 અબજ ડોલરનો વધારો થવાની ધારણા છે.

ભારતને 500 મિલિયન યુરો મળશે

આ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ આગામી બે વર્ષમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓછું કરવા અને ગ્રીન ટ્રાન્ઝિશન ઝડપી બનાવવા ભારતની મદદ માટે યુરોપિયન યુનિયન તરફથી 500 મિલિયન યુરોની મદદ પણ મળશે. તેનાથી ભારતના ગ્રીનહાઉસ સેક્ટર માટે એક મોટી મદદ મળશે. 

ભારતની ચીજવસ્તુઓ માટે યુરોપના બજાર ખુલશે

મુક્ત વેપાર કરારથી યુરોપના બજારોમાં ભારતની ચીજવસ્તુઓ અગાઉ કરતા ઓછા ભાવે ઉપલબ્ધ થશે. હકીકતમાં વેપાર સોદા બાદ બંને દેશોમાં આયાત નિકાસ થતી ચીજ અને સેવા પરનો ટેક્સ ઘટવાના પરિણામે ભાવ નોંધપાત્ર ઘટશે અને લોકોને ઓછી કિંમતે ચીજો ઉપલબ્ધ થશે. ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ જેવા દેશોને ટક્કર આપવામાં ભારત સક્ષમ થશે. 

Advertisment

ભારતમાં મૂડીરોકાણ વધશે

આ પગલાં હેઠળ ભારતમાં યુરોપ માંથી જંગી મૂડીરોકાણ આવશે. જર્મની, ફ્રાંસ, ઇટલી જેવા દેશોની કંપનીઓ ભારતમાં પોતાનું મૂડીરોકાણ વધારશે, જેનાથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ઓટો, સેમીકન્ડક્ટર સેક્ટરમાં ભારત આગળ વધી શકશે. નવા મૂડીરોકાણથી ભારતમાં રોજગારીની નવી તકો સર્જાશે, Make In India પહેલને ટેકો મળશે.

સર્વિસ સેક્ટરને ફાયદો

ભારત યુરોપ વેપાર સોદા હેઠળ આઈટી, સોફ્ટવેર, ફિનટેક, પ્રોફેશનલ સર્વિસિઝની ભારતીય બજારમાં સરળતાથી એન્ટ્રી થશે, આ સાથે જ આ સેક્ટરમાં પણ મૂડીરોકાણની નવી તકો ઉભી થશે. લાંબા ગાળે કૂટનીતિ અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.

દવા સસ્તી થશે, મશીનોની કિંમત ઘટશે

યુરોપિયન યુનિયને કહ્યું કે, મશીનરી પર 44 ટકા સુધી, કેમિકલ પર 22 ટકા સુધી અને ફાર્માસ્યુટિકલ પર 11 ટકા સુધીના ટેરિફને ઘણા અંશે નાબૂદ કરવામાં આવશે. ટેક્સ ઘટવાથી દવાઓ સસ્તી થશે, ઓછી કિંમતે મશીનરી ઉપલબ્ધ થશે.

કાર સસ્તી થશે

ભારત EU વેપાર સોદાથી ભારતીય બજારોમાં યુરોપિયન દેશોની કાર સસ્તી થશે. યુરોપિયન સંઘનું કહેવું છે કે, કાર ઉપરનો ટેરિફ ધીમે ધીમે ઘટીને 10 ટકા થશે, જેની માટે વર્ષ 2.50 લાખ વાહનોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે આ આ સોદા હેઠળ વાર્ષિક આયાત કરાયેલા 2.50 લાખ સુધીની વાહનો પર ઓછા ટેરિફનો લાભ મળશે.

ભારત EU વેપાર સોદાથી શું સસ્તું થશે?

યુરોપિયન યુનિયને 90 ટકા સુધીની પ્રોડક્ટો પર ટેરિફ ઘટાડ્યો છે, જેના પગલે આ ચીજો સસ્તી થશે.

લક્ઝુરિયસ કાર સસ્તી થશે

ભારત યુરોપિયન વેપાર સોદાથી વિદેશી લક્ઝુરિયસ કાર સસ્તી થશે. હાલ વિદેશમાંથી આયાત કરાયેલી લક્ઝ્યુરિયસ કાર ભારતમાં 100 ટકાથી પણ વધુ ડ્યૂટી વસૂલાય છે. જો કે આ મુક્ત વેપાર કરાર બાદ કાર ટેક્સમાં ક્વોટા આધારિત કર રાહત આપવામાં આવશે.

શરાબ, બિયર, વાઇન સસ્તી થશે

ભારતમાં વિદેશી શરાબ, બિયર અને વાઇન પર 100 થી 125 ટકા સુધી ડ્યુટી લાગે છે. આ વેપાર કરાર બાદ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેમ હવે યુરોપના દેશોની શરાબ પર પણ ઓછો ટેક્સ લાગશે. 

બ્રાન્ડેડ કપડા અને શૂઝની કિંમત ઘટશે 

ભારતની ટેક્સટાઇલ પ્રોડક્ટ પર યુરોપમાં લગભગ 10 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ મુક્ત વેપાર કરાર બાદ આ ટેક્સ શૂન્ય થઇ જશે. એટલે કે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં ભારતીય કપડા અને જૂતા યુરોપના બજારોમાં સસ્તા થશે. તેનાથી ભારતના આ ઉદ્યોગોને વેગ મળશે સાથે સાથે નવી રોજગારી પણ સર્જાશે.

જેમ્સ જ્વેલરી અને લેધર ઉદ્યોગ

ભારતમાં બનેલી ડાયમંડ જ્વેલરી અને લેધર પ્રોડક્ટને યુરોપનું વિશાળ બજાર મળશે.

અમેરિકાની ટેરિફ સામે રક્ષણ

અમેરિકાએ જંગી ટેરિફ લાદતા ભારત માટે યુએસમાં ચીજવસ્તુઓની નિકાસ મુશ્કેલ થઇ છે. આવી સ્થિતિમાં યુએસના ટેરિફ સામે યુરોપિયન યુનયિન સાથે આ મુક્ત વેપાર કરાર બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકામાં નિકાસ ઘટી રહી છે ત્યારે યુરોપિયન દેશોના મોટા બજારો ભારતીય ચીજો માટે ખુલશે. યુરોપના દેશો ભારતીય નિકાસકારો માટે નવા એક્સપોર્ટ્સ માર્કેટ બનશે. 

નકલી પ્રોડક્ટનું દૂષણ અટકશે

મુક્ત વેપાર કરાર બંનો દેશોની ચીજો પર ટેક્સ ઘટવાથી નકલી પ્રોડક્ટનું દૂષણ અટકશે. ઘણી વખત ખાસ ચીજો અસલી હોવાનું જણાવી નકલી પ્રોડક્ટ પધરાવી દેવામાં આવતી હતી. આ કરાર હેઠળ ભારત અને યુરોપ એકબીજાના GI ટેગને કાયદાકીય માન્યતા આપશે. હવે કોઇ પણ યુરોપિયન કંપની કોઇ સાધારણ ચા ને દાર્જિલિંગ ટી ગણાવી વેચી શકશે નહીં. જો આમ કરતા પકડાશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે.

ભારત EU વેપાર કરાર હેઠળ દાર્જિલિંગ ચા, કાંગડા ટી, બનારસી સાડી અને કાંજીવરમ સાડી, બાસમતી ચોખા, હાફુસ કેરી, કોલ્હાપુરી ચપ્પલ અને કાશ્મીરી પશ્મીના વસ્ત્રોને ખાસ દરજ્જો મળશે.

એક્સપ્રેસ એક્સપ્લેન દેશ બિઝનેસ india