Indian Railway : દેશનો પ્રથમ હાઇ સ્પીડ રેલવે ટ્રેક તૈયાર, 220 કિમી સ્પીડે દોડશે ટ્રેન, જાણો કેટલો ખર્ચ થયો?

India's First High Speed Railway Track : રેલવે વિભાગ ટ્રેન માટે હાઈ સ્પીડ ટ્રેસ્ટ ટ્રેક બનાવી રહી છે. આ પ્રોજેક્ટ સંશોધન સંસ્થા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ રેલવે પ્રોજેક્ટની ખાસિયત

India's First High Speed Railway Track : રેલવે વિભાગ ટ્રેન માટે હાઈ સ્પીડ ટ્રેસ્ટ ટ્રેક બનાવી રહી છે. આ પ્રોજેક્ટ સંશોધન સંસ્થા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ રેલવે પ્રોજેક્ટની ખાસિયત

author-image
Ajay Saroya
New Update
High Speed Railway Track

India High Speed Railway Track : ભારતનો પ્રથમ હાઇ સ્પીડ રેલવે ટ્રેક રાજસ્થાનના જોધપુર ડિવિઝનમાં ગુઢા અને થથાના મિઢરી વચ્ચે તૈયાર કરાયો છે. Photograph: (Gemini AI Generated)

India's First High Speed Railway Track : ભારતીય રેલ્વે ટ્રેનો માટે પ્રથમ ડેડિકેટેડ હાઇ- સ્પીડ ટેસ્ટ ટ્રેક બનાવી રહી છે. તે નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની રિસર્ચ સંસ્થા રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા 967 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

Advertisment

જયપુર થી લગભગ 70 કિલોમીટર દૂર જોધપુર ડિવિઝનના નવા વિસ્તારમાં ગુઢા અને થથાના મિઠરી વચ્ચે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ઉત્તર પશ્ચિમ રેલ્વે (NWR) ના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

ભારતમાં હાઈ સ્પીડ રેલ્વે ટેસ્ટિંગ ટ્રેક

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR) ના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (PRO) શશિ કિરણે આ વિકાસ યોજનાની પૃષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) સમર્પિત હાઈ-સ્પીડ ટેસ્ટ ટ્રેક પર રોલિંગ સ્ટોકનું સંપૂર્ણ પરીક્ષણ કરશે. કિરણે જણાવ્યું હતું કે, કુલ 64 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાંથી લગભગ 58 કિલોમીટર પૂર્ણ થઈ ચૂક્યો છે અને માર્ચ 2026 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

CPROના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે રોલિંગ સ્ટોકના સંપૂર્ણ પરીક્ષણ માટે દેશનો પ્રથમ RDSO (રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન) સમર્પિત ટેસ્ટ ટ્રેક બનાવી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનમાં ગુઢા અને થથાના મિઢરી વચ્ચે રૂ. 967 કરોડના ખર્ચે આ 64 કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં, લગભગ 58 કિલોમીટરનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે. સમગ્ર પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ’

Advertisment

હાઈ સ્પીડ ટ્રેન ટેસ્ટિંગ ટ્રેક

શશિ કિરણે વધુમાં જણાવ્યું હતું કે 220 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્પીડને ટેકો આપવા માટે સમર્પિત હાઇ-સ્પીડ ટેસ્ટ ટ્રેક વિકસાવવામાં આવી રહ્યો છે.

રાજસ્થાનમાં રેલ્વે પ્રોજેક્ટ્સ

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારે 492 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 25 કિલોમીટર લાંબા ઉમરા-દેબારી રેલ્વે સેક્શનને બમણી કરવાની મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનો હેતુ રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળ ઉદયપુર સાથે રેલ કનેક્ટિવિટી સુધારવાનો અને મજબૂત કરવાનો છે. ડબલિંગ પૂર્ણ થયા પછી ઉદયપુર અને તેની આસપાસ ટ્રેનો ઝડપથી દોડી શકશે અને અમદાવાદ જયપુર જેવા ચોક્કસ શહેરો સાથે કનેક્ટિવિટી વધુ સારી બનશે.

રેલવે બિઝનેસ