/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/bank-holiday-9.jpg)
ભારતનો જીડીપી ગ્રોથ નાણાંકીય વર્ષ 2022-23માં 7.2 ટકા નોંધાયો છે. (Photo - FE)
ભારતના આર્થિક વિકાસદરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ભારતનો જીડીપી વધ્યો છે જો કે સમગ્ર નાણાંકીય વર્ષ 2022-23માં અર્થતંત્રના વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે.
માર્ચ ક્વાર્ટરમાં વિકાસદર વધ્યો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરી થી માર્ચ ત્રિમાસિક 2023માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધીને 6.1 ટકા નોંધયો છે, જ્યારે વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકમાં વિકાસદર 4.4 ટકા હતો.
વર્ષ 2022-23માં જીડીપી 7.2 ટકા વધ્યો
તો સમગ્ર નાણાંકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યુ છે, જો કે તે પાછલા નાણાંકીય વર્ષના 9.9 ટકાના જીડીપી ગ્રોથ કરતા નીચો વૃદ્ધિદર છે.
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI)એ જણાવ્યું હતું કે,નાણાકીય વર્ષ 2022-23માં વર્તમાન ભાવે ભારતનો નોમિલ GDP અથવા GDP 16.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યો છે, તો માર્ચ ક્વાર્ટર માટેનો આ વૃદ્ધિદર 10.4 ટકા નોંધાયો છે.
વર્ષ 2023-24માં અર્થતંત્ર 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે - RBI
ભારનતા વિકાસદરના આંકડા જાહેર થવાની પૂર્વે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ મંગળવારે નાણાકીય વર્ષ 2022-23 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન જોખમ વચ્ચે વર્ષ 2023-24 માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અનુમાન છે, ઉપરાંત અર્થતંત્ર સમાન સમયગાળામાં 7 ટકાના દરે વિસ્તરણ પામે તેવી ધારણા છે.
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે ફુગાવાનું દબાણ હળવું થતા વર્ષ 2023-24માં ભારતના વિકાસદરની ગતિ ટકાવી રહેવાની સંભાવના છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us