/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/India-GDP-Growth-Data.jpg)
India GDP Growth In April June 2024: ભારતનો જીડીપી ગ્રોથ એપ્રિલ જૂન ત્રિમાસિકમાં ઘટીને 6.7 ટકા થયો છે.
India GDP Growth In April June Quarter 2024: ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો આવ્યો છે. એપ્રિલ-જૂન 2024 ના ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 6.7 ટકા થયો છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં જીડીપી દર 8.2 ટકા હતો. સરકારી આંકડા મુજબ જીડીપી દર ઘટવાનું સૌથી મોટું કારણ કૃષિ ક્ષેત્રનું નબળું પ્રદર્શન રહ્યું છે. 30 ઓગસ્ટ 2024, શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.
ભારત જીડીપી દર ઘટ્યો છતાં ફ્રાસ્ટેટ ગ્રોઇંગ ઇકોનોમી
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત નાણાકીય વર્ષ (2023)ના સમાન ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વધી હતી. મુખ્યત્વે કૃષિ ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદરમાં ઘટાડો થયો છે. જો કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. નોંધનિય છે કે, જૂન ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.7 ટકા, અમેરિકાનો 2.8 ટકા, જાપાનનો 3.1 ટકા, જર્મનીનો -0.1 ટકા રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના આંકડા અનુસાર એપ્રિલ જૂન ત્રિમાસિક 2024માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર બે ટકા નોંધાયો છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્ર 3.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું.
નાણાકીય વર્ષ 2024 - 25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ વાર્ષિક ધોરણે 5 ટકાથી વધીને 7 ટકા થયો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ત્રિમાસિક ધોરણે જીડીપી ગ્રોથનો સૌથી નીચો દર 6.2 ટકા રહ્યો હતો.
માઇનિંગ સેક્ટરનો ગ્રોથ રેટ ત્રિમાસિક ધોરણે 7 ટકાથી વધી 7.2 ટકા થયો છો. તો બાંધકામ ક્ષેત્રનો વિકાસદર જૂન ક્વાર્ટરમાં 10.5 ટકા નોંધાયો છે. જે અગાઉ માર્ચ ત્રિમાસિકમાં 8.6 ટકા હતો.
એપ્રિલ જૂન ત્રિમાસિકમાં સરકારનો મૂડી ખર્ચ 35 ટકા ઘટ્યો
એપ્રિલ જૂન ત્રિમાસિક 2024માં સરકાર દ્વારા મૂડી ખર્ચમાં 35 ટકાનો ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓએ કહે છે, ભવિષ્યમાં વિકાસને વેગ આપવા માટે સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો પડશે.
જીડીપી એટલે શું?
જીડીપી ચોક્કસ સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યને માપે છે. તેમા એવા માલસામાનનો પણ સમાવેશ થાય છે જે દેશની સરહદની અંદર વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીડીપી દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું વર્ણન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us