બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા નોંધાયો, અપેક્ષાથી ઘણો નીચે રહ્યો

Q2 GDP : ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. જાણકારોનું કહેવું છે કે ખાદ્યચીજોના ભાવમાં સતત વધારો થવાને કારણે શહેરી વિસ્તારોમાં વપરાશ ઘટી રહ્યો છે. તેની સીધી અસર ગ્રોથ રેટ પર જોવા મળી રહી છે

Written by Ashish Goyal
Updated : November 29, 2024 19:35 IST
બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા નોંધાયો, અપેક્ષાથી ઘણો નીચે રહ્યો
Q2 GDP : ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર માત્ર 5.4 ટકા નોંધાયો છે (ફાઇલ ફોટો)

India Q2 GDP Growth Rate : ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ત્રિમાસિકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર માત્ર 5.4 ટકા નોંધાયો છે. મોટી વાત એ છે કે અંદાજ 6.5 ટકાનો હતો. પરંતુ આ આંકડો અપેક્ષાથી ઘણો નીચે રહ્યો છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં સરકાર માટે અનેક પડકારો ઉભા થવાના છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા શુક્રવારે આ આંકડા જાહેર કરાયા છે.

ભારતનો વિકાસ કેમ ધીમો પડ્યો?

બીજા ક્વાર્ટર વિશે કહેવામાં આવી રહ્યું હતું કે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે, જે છેલ્લા 18 મહિનામાં સૌથી ઓછો માનવામાં આવતો હતો. પરંતુ અહીં આંકડો તેનાથી પણ નીચો ગયો છે. જાણકારોનું કહેવું છે કે ખાદ્યચીજોના ભાવમાં સતત વધારો થવાને કારણે શહેરી વિસ્તારોમાં વપરાશ ઘટી રહ્યો છે. તેની સીધી અસર ગ્રોથ રેટ પર જોવા મળી રહી છે. જો પહેલા ક્વાર્ટરના આંકડાની વાત કરીએ તો તે 6.7 ટકા નોંધાયો હતો.

શું હતો RBIનો અંદાજ?

આમ જોવા જઈએ તો આરબીઆઈએ જે અંદાજ વ્યક્ત કર્યો છે તે ભારતીય અર્થવ્યવસ્થા માટે બહુ શુભ ન હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર ભારતનો વિકાસ દર 7 ટકાથી ઓછો હોઈ શકે છે. પરંતુ વાસ્તવિક આંકડા બતાવે છે કે પરિસ્થિતિ વધુ ખરાબ છે. આમ જોવા જઈએ તો જો નાણાકીય વર્ષના આંકડાની વાત કરીએ તો ભારતનો વિકાસ દર 7.2 ટકાથી પણ આગળ વધી શકે છે. વર્ષ 2023-24માં અંદાજ 8.2 ટકા હતો.

આ પણ વાંચો – આઈપીઓ માં કમાણીની તક, ડિસેમ્બર 2024માં આવશે 20000 કરોડના 10 પબ્લિક ઇસ્યુ

ભારત હજુ પણ વિશ્વમાં વિકાસ દરની દ્રષ્ટિએ સૌથી ઝડપી દેશ

જાણકારી માટે જણાવી દઈએ કે 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બરમાં 5.4થી ઓછો ગ્રોથ રેટ નોંધાયો હતો, જ્યારે તે વખતે આંકડો 4.3 ટકા હતો. આમ જોવા જઈએ તો આ ધીમી ગતિ છતાં ભારત વિશ્વમાં વિકાસ દરની દ્રષ્ટિએ સૌથી ઝડપી દેશ છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીપીડી ગ્રોથ 4.6 ટકા નોંધાયો છે.

આ રીતે જોવા જઈએ તો ભારત નિશ્ચિત રીતે મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ઘટતા વિકાસ દરની અસર શેરબજાર પર પણ પડવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ ગ્રોથ રેટના કારણે રોકાણકારોને નુકસાન થઇ શકે છે. ગુરુવારે શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો જ્યારે સેન્સેક્સમાં 1190 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ