ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની કિંમત, ફિચર્સની સાથે બુકિંગ કરવાની વિગત

India most Cheapest electric car : ભારતમાં એક PMV EAS E ઇલેક્ટ્રીક કાર (PMV EAS E Electric car) લોન્ચ થઇ છે જે દેશની સૌથી સસ્તી અને માઇક્રો કાર હોવાનો દાવો કરાયો છે. જાણો આ ઇલેક્ટ્રિક કારની કિંમત, બેટરી (electric car battery) સહિતની તમામ વિગતો...

Written by Ajay Saroya
November 16, 2022 16:27 IST
ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની કિંમત, ફિચર્સની સાથે બુકિંગ કરવાની વિગત

ભારતમાં નવી ઇલેક્ટ્રીક કાર લોન્ચ થઇ ગઇ છે જે હાલ સૌથી સસ્તી અને નાની કાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારનું નામ PMV EAS-E છે જેને મુંબઈ સ્થિત એક ઇલેક્ટ્રીક વ્હિકલ સ્ટાર્ટઅપ PMV ઇલેક્ટ્રિક દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સૌથી અફોર્ડેબલ ઇલે. કાર 2 સીટર માઇક્રો ઇ-કાર છે.

EaS-E એ નેનો ઈલેક્ટ્રિક કારના લોન્ચિંગ સાથે તેણે આ સેગમેન્ટમાં સૌથી નાની અને સૌથી ઓછી કિંમતની કાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. હવે જાણો આ ઇલેક્ટ્રિક કારની સંપૂર્ણ ખાસિયતો.

કારની કિંમત કેટલી?

PMV ઇલેક્ટ્રિક કંપનીએ ભારતની સૌથી સસ્તી અને માઇક્રો ઇલેક્ટ્રીક કાર PMV EAS-E લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રીક કારની કિમિત 4.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે PMV EAS-E કારની આ લોન્ચિંગ પ્રાઇસ ફક્ત શરૂઆતના પ્રથમ 10,000 ગ્રાહકો માટે જ છે, એટલે કે કંપની 10,000 બુકિંગ બાદ કારની કિંમત વધારી પણ શકે છે.

કારનું બુકિંગ કેવી રીતે કરવું?

ઈલેક્ટ્રિક કાર EAS-E ખરીદવાની ઇચ્છા રાખનાર ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેનું બુકિંગ કરી શકે છે. કંપનીએ તેના બુકિંગ માટે 2,000 રૂપિયાની ટોકન એમાઉન્ટ નક્કી કરી છે. કંપની તરફથી મળેલી માહિતી અનુસાર આ કાર માટે 6 હજાર જેટલું બુકિંગ મળી ચૂક્યા છે.

ભારતની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર

PMV EAS-E એ દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક કારને 2,915 mm લાંબી, 1,157 mm પહોળી, 1,600 mm ઊંચી, 170 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બનાવી છે. આ કારનું વ્હીલબેઝ 2,087 mm છે. આ કાર દેશની સૌથી નાની ટુ સીટર ઈલેક્ટ્રિક કાર છે એટલે કે, તેમાં એક બાળક સાથે બે લોકો આરામથી મુસાફરી કરી શકે છે.

બેટરીની માઇલેજ કેટલી?

PMV Eas-Eની માઇલેજ રેન્જ અંગે કંપનીએ દાવો છે કે એકવાર ફૂલ ચાર્જિંગ થયા બાદ આ ઇલેક્ટ્રીક કાર 120 કિમીથી 200 કિમી સુધીની માઇલેજ આપશે. આ કારમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી સામાન્ય ચાર્જર વડે તે 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને આ બેટરી સાથે 3 kw આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ