scorecardresearch

ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની કિંમત, ફિચર્સની સાથે બુકિંગ કરવાની વિગત

India most Cheapest electric car : ભારતમાં એક PMV EAS E ઇલેક્ટ્રીક કાર (PMV EAS E Electric car) લોન્ચ થઇ છે જે દેશની સૌથી સસ્તી અને માઇક્રો કાર હોવાનો દાવો કરાયો છે. જાણો આ ઇલેક્ટ્રિક કારની કિંમત, બેટરી (electric car battery) સહિતની તમામ વિગતો…

ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની કિંમત, ફિચર્સની સાથે બુકિંગ કરવાની વિગત

ભારતમાં નવી ઇલેક્ટ્રીક કાર લોન્ચ થઇ ગઇ છે જે હાલ સૌથી સસ્તી અને નાની કાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારનું નામ PMV EAS-E છે જેને મુંબઈ સ્થિત એક ઇલેક્ટ્રીક વ્હિકલ સ્ટાર્ટઅપ PMV ઇલેક્ટ્રિક દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સૌથી અફોર્ડેબલ ઇલે. કાર 2 સીટર માઇક્રો ઇ-કાર છે.

EaS-E એ નેનો ઈલેક્ટ્રિક કારના લોન્ચિંગ સાથે તેણે આ સેગમેન્ટમાં સૌથી નાની અને સૌથી ઓછી કિંમતની કાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. હવે જાણો આ ઇલેક્ટ્રિક કારની સંપૂર્ણ ખાસિયતો.

કારની કિંમત કેટલી?

PMV ઇલેક્ટ્રિક કંપનીએ ભારતની સૌથી સસ્તી અને માઇક્રો ઇલેક્ટ્રીક કાર PMV EAS-E લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રીક કારની કિમિત 4.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે PMV EAS-E કારની આ લોન્ચિંગ પ્રાઇસ ફક્ત શરૂઆતના પ્રથમ 10,000 ગ્રાહકો માટે જ છે, એટલે કે કંપની 10,000 બુકિંગ બાદ કારની કિંમત વધારી પણ શકે છે.

કારનું બુકિંગ કેવી રીતે કરવું?

ઈલેક્ટ્રિક કાર EAS-E ખરીદવાની ઇચ્છા રાખનાર ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેનું બુકિંગ કરી શકે છે. કંપનીએ તેના બુકિંગ માટે 2,000 રૂપિયાની ટોકન એમાઉન્ટ નક્કી કરી છે. કંપની તરફથી મળેલી માહિતી અનુસાર આ કાર માટે 6 હજાર જેટલું બુકિંગ મળી ચૂક્યા છે.

ભારતની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર

PMV EAS-E એ દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક કારને 2,915 mm લાંબી, 1,157 mm પહોળી, 1,600 mm ઊંચી, 170 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બનાવી છે. આ કારનું વ્હીલબેઝ 2,087 mm છે. આ કાર દેશની સૌથી નાની ટુ સીટર ઈલેક્ટ્રિક કાર છે એટલે કે, તેમાં એક બાળક સાથે બે લોકો આરામથી મુસાફરી કરી શકે છે.

બેટરીની માઇલેજ કેટલી?

PMV Eas-Eની માઇલેજ રેન્જ અંગે કંપનીએ દાવો છે કે એકવાર ફૂલ ચાર્જિંગ થયા બાદ આ ઇલેક્ટ્રીક કાર 120 કિમીથી 200 કિમી સુધીની માઇલેજ આપશે. આ કારમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી સામાન્ય ચાર્જર વડે તે 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને આ બેટરી સાથે 3 kw આપે છે.

Web Title: India most cheapest electric car launched know here price and specifications

Best of Express