/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/lakshman-das-mittal-1.jpg)
લક્ષ્મણ દાસ મિત્તલ સોનાલિકા ગ્રૂપના સ્થાપક છે. તેઓ ભારતના સૌથી વયોવૃદ્ધ અબજોપતિ છે. (Photo - Social Media)
Who Is Oldest Billionaire Of India: ભારતના અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને બધા લોકો ઓળખે છે પણ શું તમને દેશના સૌથી વયોવૃદ્ધ અબજોપતિનું નામ ખબર છે. ભારત 2024માં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. દેશમાં એક-બે નહીં પણ સેંકડો અબજોપતિઓ છે. અહીં ભારતના સૌથી વયોવૃદ્ધ અબજોપતિ વિશે જણાવી રહ્યા છે, જેમણે નિવૃત્તિ બાદ કંપની શરૂ કરી છે અને આજે 93 વર્ષની ઉંમરે 23 હજાર કરોડથી વધુ સંપતિના માલિક છે.
ભારતના સૌથી વયોવૃદ્ધ ધનિક વ્યક્તિ કોણ છે? (Lakshman Das Mittal Oldest Billionaire Of India)
દેશના સૌથી ધનવાન વયોવૃદ્ધ વ્યક્તિનું નામ છે લક્ષ્મણ દાસ મિત્તલ, જે સોનાલિકા ગ્રૂપના ચેરમેન છે. મલ્ટિનેશનલ કંપનીની મુખ્ય ઓફિસ પંજાબના હોશિયારપુરમાં છે અને ઓટોમોબાઇલ્સમાં મોટી પહોંચ છે. દેશ અને દુનિયામાં સોનાલિકા ટ્રેક્ટર્સને કારણે કંપનીએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અને તે દેશની સૌથી મોટી ટ્રેક્ટર મેન્યુફેક્ચર્સ અને નિકાસકાર પણ છે. વિશ્વના 150થી વધુ દેશોમાં કંપનીના 15 લાખથી વધુ ગ્રાહકો છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીએ કુલ 151160 ટ્રેક્ટર વેચ્યા હતા.
લક્ષ્મણ દાસ મિત્તલની સંપત્તિ (Lakshman Das Mittal Net Worth)
ફોર્બ્સ અનુસાર, 93 વર્ષની ઉંમરે લક્ષ્મણ દાસ મિત્તલની કુલ સંપત્તિ લગભગ 2.8 અબજ ડોલર (લગભગ 23,209 કરોડ રૂપિયા) છે. 2023માં તેઓ દેશના 79માં સૌથી અમીર વ્યક્તિ હતા. અબજોપતિ ઉદ્યોગપતિએ પોતાની કારકિર્દીની શરૂઆત એલઆઈસી (ભારતીય જીવન વીમા નિગમ)ના એજન્ટ તરીકે કરી હતી. તેઓ 1990 માં ડેપ્યુટી ઝોનલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. આ પછી, 60 વર્ષની ઉંમરે, તેણે સોનાલિકા ગ્રૂપમાં પોતાના બિઝનેસની સફર શરૂ કરી હતી.
લક્ષ્મણ દાસ મિત્તલનો પરિવાર (Lakshman Das Mittal Family)
લક્ષ્મણ દાસ મિત્તલના પત્નીનું નિધન થયું છે. તેમણે સોનાલિકા ગ્રૂપની કમાન પોતાના પુત્રોને સોંપી છે. તેમના મોટા પુત્ર ડો. અમૃત સાગર મિત્તલ અને સૌથી નાના પુત્ર ડો.દીપક મિત્તલ છે. બંને હાલ કંપનીમાં અનુક્રમે વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે. લક્ષ્મણ દાસ મિત્તલ પહેલા દિવસથી જ કંપનીના રોજબરોજના કામમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમનો બીજો પુત્ર ન્યૂયોર્કમાં ડોક્ટર છે. તેમની પુત્રી ઉષા સાંગવાન પણ તેના પિતાના માર્ગને અનુસરીને એલઆઈસીની પ્રથમ મહિલા મેનેજિંગ ડિરેક્ટર બની હતી.
લક્ષ્મણ દાસ મિત્તલના પૌત્ર પણ સોનાલિકા ગ્રૂપમાં એક્ઝિક્યુટિવ હોદ્દા ધરાવે છે. રમણ મિત્તલ (જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર), સુશાંત સાગર મિત્તલ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) અને રાહુલ મિત્તલ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) પદ પર છે.
આ પણ વાંચો | વિરાટ કોહલીનું રોકાણ ધરાવતી કંપનીમાં કમાણીની તક, ગો ડિજિટ નો આઈપીઓ 15 મે ખુલશે, જાણો તમામ વિગત
ગોલ્ડ મેડાલિસ્ટ છે લક્ષ્મણ દાસ મિત્તલ
લક્ષ્મણ દાસ મિત્તલ પંજાબ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેમની પાસે અંગ્રેજી અને ઉર્દૂમાં સ્નાતકની ડબલ ડિગ્રી છે. સોનાલિકા ટ્રેક્ટરના લોન્ચિંગનો શ્રેય 93 વર્ષીય ઉદ્યોગપતિની દેશના ખેડૂતોને ટેક્નોલોજીથી સમૃદ્ધ શ્રેષ્ઠ ઉત્પાદનો આપવાની પ્રતિબદ્ધતાને જાય છે. એક વખત બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, એક વખત મેં મારુતિ ઉદ્યોગની ડીલરશીપ માટે અરજી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us