India Q2 GDP Growth Data 2025: નાણાંકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા બધા અંદાજોને પાછળ રાખતા ઝડપથી આગળ વધી છે. ધ નેશનલ સ્ટેટિકલ ઓફિસે (NSO) શુક્રવારે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટર (Q2) માટે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર જાહેર કર્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.2 ટકા વધ્યો છે. નોંધપાત્ર છે કે છેલ્લા છ ક્વાર્ટરમાં આ સૌથી વધુ છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો હતો
શુક્રવારે 28 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ 5.6 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો હતો. જીડીપી દેશની સરહદોની અંદર ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યનો સંદર્ભ આપે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 9.1 ટકા
જીએસટીના દરમાં ઘટાડા બાદ વપરાશમાં ઉછાળાની અપેક્ષાએ ફેક્ટરીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો હતો, જેના કારણે વૃદ્ધિ દરમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 9.1 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સર્વિસ સેક્ટર ક્ષેત્રનો વિકાસ દર 9.2 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ્સ સેવા ક્ષેત્રોમાં 10.2 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો.
આ પણ વાંચો – એમેઝોન સેલમાં ફક્ત 7,999 રુપિયામાં ખરીદો દમદાર 5G સ્માર્ટફોન, જુઓ બેસ્ટ ડીલ્સ
ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં વૃદ્ધિ માત્ર 2.2 ટકા હતી. આ મહત્વપૂર્ણ આર્થિક ડેટા RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક પહેલા આવે છે. મુંબઈમાં એક બેઠક બાદ 5 ડિસેમ્બરે કેન્દ્રીય બેંક તેના નિર્ણયોની જાહેરાત કરશે.
GST ઘટાડાની નજીવી અસર
GST ઘટાડાની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ પર નજીવી અસર પડી હતી. GST ઘટાડો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો હતો. તેની સંપૂર્ણ અસર ડિસેમ્બર ક્વાર્ટરના GDP આંકડાઓમાં જોવા મળશે. એ નોંધવું જોઈએ કે 22 સપ્ટેમ્બરથી આશરે 375 વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહક માલ સસ્તો થયો અને માંગમાં વધારો થયો હતો.





