India Railways: ટ્રેનમાં ગંદકી કરનાર મુસાફરોની ખેર નહીં, રેલવે દ્વારા 10 ગણો દંડ વસૂલાયો

India Railways Fines: ભારતીય રેલવે ટ્રેનમાં ગંદકી કરનાર મુસાફરો સામે કડક પગલાં લઇ રહી છે. હવે ટ્રેનમાં ગમે ત્યાં કચરો ફેંકનાર મુસાફરો પાસેથી રેલવે 10 ગણો દંડ વસૂલશે.

Written by Ajay Saroya
June 12, 2024 18:33 IST
India Railways: ટ્રેનમાં ગંદકી કરનાર મુસાફરોની ખેર નહીં, રેલવે દ્વારા 10 ગણો દંડ વસૂલાયો
Littering Fine In Train: ભારતીય રેલવે ટ્રેનમાં ગંદકી કરનાર મુસાફરો પાસેથી દંડ વસૂલશે. (Express Photo)

India Railways Fines: ટ્રેન મુસાફરો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે ટ્રેનમાં ગમે ત્યાં ચાના કપ, બિસ્કિટ કે વેફરના પ્લાસ્ટિક પેકેટ, પાણીની બોટલ ફેંકનાર મુસાફરની ખેર નહીં. ભારતીય રેલવે ટ્રેનમાં ગંદકી કરનાર મુસાફરોને 10 ગણો દંડ વસૂલ્યો છે. સામાન્ય રીતે મુસાફરો ટ્રેનમાં ગંદકી હોવાની ફરિયાદ કરતા હોય છો. જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે, આ ગંદકી પણ ટ્રેનમાં બેસેલા મુસાફરો જ ફેલાવતા હોય છે.

ટ્રેનમાં ગંદકી કરનાર પાસેથી 10 ગણો દંડ વસૂલ્યો

ભારતીય રેલવે વિભાગ ઘણા સ્ટેશનો પર ખાસ કરીને આગરા મંડલ પર સ્ટેશન અને ટ્રેનનો ચોખ્ખી અને સાફ રાખવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ મુસાફરોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, ટિકિટ વગર ટ્રેનમાં પ્રવાસ કરવો નહીં અને નિયમ કરતા વધારે સામાન ટ્રેનમાં લઇ જવો નહીં. નિયમ ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

વેફર કે બિસ્કિટના કિંમતના 10 ગણો દંડ

એક મીડિયા રિપોર્ટ અનુસાર એક ટ્રેન મુસાફરે વેફટ અને બિસ્કિટનું પેકેટ ફેંકી ગંદકી ફેલાવી હતી. એક તપાસ ટીમ ત્યાં પહોંચી અને પ્રવાસી પાસેથી 10 રૂપિયાના વેફર અને બિસ્કિટની કિંમતના 10 ગણો દંડ વસૂલ્યો. આવી જ રીતે અન્ય મુસાફરો પાસેથી પણ ગંદકી ફેલાવવા અને કચરો ગમે ત્યાં નાંખવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | ચાર્ટ તૈયાર થયા બાદ ચાલતી ટ્રેનમાં મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, જાણો કેવી રીતે

રેલવે વિભાગે 2.43 લાખ રૂપિયા દંડ વસૂલ્યો

રેલવે વિભાગ દ્વારા 304 મુસાફરો પાસેથી 123075 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો, જેમા 22 મુસાફરો પાસેથી ગંદકી ફેલાવવા બદલ 2400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો ટિકિટ વગર ટ્રેનમાં પ્રવાસ કરનાર 243 મુસાફરો પાસેથી 102945 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ રેલવે વિભાગે કુલ 243750 રૂપિયા દંડની વસૂલાત કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ