India Richest and Poorest States: બિહાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય, જુઓ દેશના ટોપ 5 ધનિક રાજ્ય ક્યા છે

India Richest and Poorest States 2024: તાજેતરમાં EACPM રિપોર્ટમાં માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતના સૌથી ધનવાન અને ગરીબ રાજ્યની યાદી આપમાં આવી છે. તો ચાલ જાણીયે ભારતના ટોપ 5 સૌથી ધનિક અને ગરીબ રાજ્ય ક્યા છે

Written by Ajay Saroya
September 19, 2024 13:21 IST
India Richest and Poorest States: બિહાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય, જુઓ દેશના ટોપ 5 ધનિક રાજ્ય ક્યા છે
India Richest and Poorest States: ભારતના સૌથી ધનિક અને ગરીબ રાજ્યોની યાદી

India’s Richest And Poorest States By GDP: વડાપ્રધાન આર્થિક સલાહકાર સમિતિ (EACPM Report) જાહેર કરવામાં આવ્યો છે. EACPM રિપોર્ટમાં ચોંકાવનાર આંકડા છે. જેમા ઉદારીકરણ બાદ દક્ષિણ ભારતના રાજ્યો ઝડપથી વિકાસ પામ્યા છે અને ભારતની જીડીપીમાં મોટું યોગદાન આપ્યું છે. આ સાથે ભારતની સરેરાશ કરતા માથાદીઠ આવક મામલે પણ દક્ષિણના રાજ્યો આગળ છે. EACPM દ્વારા માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતના સૌથી ધનવાન અને ગરીબ રાજ્યની યાદી જાહેર કરી છે. તો ચાલ જાણીયે ભારતના ટોપ 5 સૌથી ધનિક અને ગરીબ રાજ્ય ક્યા છે

દક્ષિણ ભારતના 5 રાજ્યોનું ભારતની જીડીપીમાં 30 ટકા યોગદાન

ભારતની કૂલ જીડીપીમાં દક્ષિણના રાજ્યોનું યોગદાન વધી રહ્યું છે. માર્ચ 2024માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં 5 મોટા દક્ષિણના રાજ્યોનું ભારતની કુલ જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન હતું. આ 5 રાજ્યોમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, તેલંગાણા ભારતનું સૌથી યુવા રાજ્ય છે, જે 2 જૂન 2014માં આંધ્રપ્રદેશ માંથી વિભાજીત થઇ અલગ રાજ્ય બન્યું હતું.

અલબત્ત મહારાષ્ટ્ર ભારતન જીડીપીમાં સૌથી વધુ યોગદાન આપનાર રાજ્ય છે. જો કે દેશન કુલ જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન અગાઉના 15 ટકાથી ઘટીને 13.3 ટકા થયો છે.

India Richest States By Per Capita Income : દિલ્હી ભારતનું સૌથી ધનિક રાજ્ય

માથાદીઠ આવકની દ્રષ્ટિએ દિલ્હી ભારતનું સૌથી ધનવાન રાજ્ય છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર 18 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર કરાયેલા EACPM રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સરેરાશ ટકાવારી તરીકે માથાદીઠ આવકના આધારે ભારતના પાંચ સૌથી ધનિક રાજ્યોમાં દિલ્હી 250.8 ટકા સાથે પ્રથમ નંબર છે. તો તેલંગાણા 193.6 ટકા સાથે બીજા નંબર અને કર્ણાટક 180.7 ટકા સાથે ત્રીજા નંબર પર છે. અહીં દર્શાવેલ માથાદીઠ આવકને રાષ્ટ્રીય સરેરાશની ટકાવારી તરીકે વાંચવી જોઈએ. 100 ટકાનો અર્થ રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણી હોવાનું સમજવું.

ભારતના ટોપ 5 સૌથી ધનિક રાજ્ય : India Top 5 Richest States

ક્રમરાજ્યનું નામમાથાદીઠ આવક (રાષ્ટ્રીય સરેરાશના ટકામાં)
1દિલ્હી250.8 ટકા
2તેલંગાણા193.6 ટકા
3કર્ણાટક180.7 ટકા
4હરિયાણા176.8 ટકા
5તમિલનાડુ171.1 ટકા

ભારતના ટોપ 5 સૌથી ગરીબ રાજ્ય : India Top 5 Poorest States

ભારતના ટોપ 5 સૌથી ગરીબ રાજ્યોમાં બિહાર મોખરે છે. રિપોર્ટ મુજબ ભારતની સરેરાશ માથાદીઠ આવકની તુલનામાં વર્ષ 2023-24માં બિહારની માથાદીઠ આવક 32.8 ટકા છે. ઝારખંડની માથાદીઠ આવક 57.2 ટકા, ઉત્તર પ્રદેશ 50.8 ટકા, હરિયાણાની 66 ટકા અને અસમની 73.7 ટકા છે.ભારતની જીડીપીમાં ઉત્તરપ્રદેશનું યોગદાન 1960-61ના 14 ટકાથી ઘટીને 9.5 ટકા થયું છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ બિહાર ભારતનું સૌથી વધુ વસ્તી ધરાતવું ત્રીજું રાજ્ય હોવા છતાં દેશની જીડીપમાં 4.3 ટકા હિસ્સો ધરાવે છે.

માથાદીઠ આવક મામલે ગુજરાત મહારાષ્ટ્ર કરતા આગળ

માથાદીઠ આવક મામલે ગુજરાત મહારાષ્ટ્ર કરતા મોખરે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની માથાદીઠ આવક 1960ના દાયકાથી રાષ્ટ્રીય સરેરાશ કરતા ઉપર રહી. તાજેતરના વર્ષ 2023-24ના ડેટામાં ગુજરાત રાષ્ટ્રીય સરેરાશના 160.7 ટકા અને મહારાષ્ટ્ર 150.7 ટકા દર્શાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ