દેશની સૌથી નાની અને સસ્તી PMV ઇલેક્ટ્રિક કાર આ તારીખે થશે લોન્ચ, કિંમત અને ફિચર્સ?

india Smallest Cheapest PMV Electric Car : ભારતની સૌથી નાની અને સસ્તી ઈલેક્ટ્રીક કાર લોન્ચ (PMV Electric Car Launch Date) થવા જઈ રહી તો જોઈએ આ કાર કઈ તારીખે લોન્ચ થશે અને તેની કિંમત (PMV Electric Car price) અને ફિચર્સ (PMV Electric Car features) કેવા રહેશે.

Written by Kiran Mehta
Updated : November 05, 2022 18:27 IST
દેશની સૌથી નાની અને સસ્તી PMV ઇલેક્ટ્રિક કાર આ તારીખે થશે લોન્ચ, કિંમત અને ફિચર્સ?
ભારતની સૌથી નાની અને સસ્તી ઈલેક્ટ્રીક કાર

ભારતમાં ઈલેક્ટ્રિક કારની વધતી જતી લોકપ્રિયતાને જોતા, મોટી કાર ઉત્પાદક કંપનીઓની સાથે નાની અને નવી કંપનીઓએ આ સેગમેન્ટમાં પોતાનો હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે, જેમાં PMV Electric માં એક નવું નામ ઉમેરાયું છે, જેમાં 16મી નવેમ્બરે દેશની સૌથી નાની અને સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવા જઈ રહી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ એક માઈક્રો ઈલેક્ટ્રિક કાર છે, જે ભારતની તમામ કાર સાઈઝમાં સૌથી નાની અને કિંમતમાં સૌથી ઓછી હશે અને આ કારનો ઉપયોગ લોકો બજારમાં જવા સહિત તેમના રોજિંદા કાર્યોને પૂર્ણ કરવા માટે કરી શકે છે. રાશન લાવવા લઈ જવામાં પણ કરશે.

PMV ઈલેક્ટ્રીકે આ માઈક્રો ઈલેક્ટ્રીક કારની કિંમત વિશે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કારને 4 થી 5 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે બજારમાં ઉતારવામાં આવી શકે છે. જો આ કારને આ કિંમત વચ્ચે લોન્ચ કરવામાં આવે તો તે ભારતમાં સૌથી ઓછી કિંમતની કાર હશે.

રિપોર્ટ્સ અનુસાર, કંપની આ ઇલેક્ટ્રિક કારના ત્રણ વર્ઝન માર્કેટમાં લોન્ચ કરી શકે છે, જેમાં અલગ-અલગ બેટરી પેક આપવામાં આવશે. જેમાં આ ઈલેક્ટ્રિક કારની રેન્જ 150 થી 250 કિમી સુધીની રહેશે.

આ કારમાં લાગેલા બેટરી પેક વિશે વાત કરતા કંપનીનો દાવો છે કે, આ કારની બેટરી 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને આ બેટરી પેકની સાથે કંપની 3 kW AC ચાર્જર આપી રહી છે જે એક ફાસ્ટ ચાર્જર છે.

ફીચર્સની વાત કરીએ તો કંપની આ કારને સાઈઝમાં નાની બનાવી રહી છે, પરંતુ તે ઘણા મોટા ફીચર્સ સાથે આવી રહી છે, જેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, ક્રુઝ કંટ્રોલ, મ્યુઝિક સિસ્ટમ, સીટ બેલ્ટ એલર્ટ, કીલેસ એન્ટ્રી, એસી., રિપોર્ટ પાર્ક આસિસ્ટ જેવી ઘણી સુવિધાઓ શામેલ છે.

આ પણ વાંચો15000 રૂપિયાથી ઓછી કિંમતના 5G સ્માર્ટફોન : Redmi, Realme, Samsung સહિત ટોચના 6 ઓપ્શન

આ ઇલેક્ટ્રિક કાર દેશની સૌથી નાની કાર બનવા જઈ રહી છે, કંપનીએ આ કારને 2915 mm લાંબી, 1157 mm પહોળી અને 1600 mm ઊંચી બનાવી છે, જેનો વ્હીલ બેઝ 2087 mm છે. અને 170 એમએમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ