India Top 10 Richest People Name And Net Worth : ભારતના ટોચના 10 ધનવાન વ્યક્તિઓન યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ઉંચા દરે વિકાસ કરી રહ્યું છે તેની સાથે સાથે દેશના અમીર લોકોની સંપત્તિ અને ધનાઢ્યોની સંખ્યા પણ વધી રહી છે. ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા વર્ષ 2024ના ટોપ-10 ભારતીય અબજોપતિની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે ટોપ-10માં માત્ર એક મહિલા સ્થાન મેળવી શકી છે. જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાંથી કોણ સોથી ધનવાન છે. ફોર્બ્સ 2024 વર્લ્ડ બિલિયોનર્સની યાદીમાં ચાલુ વર્ષે 186 ભારતીયોએ સ્થાન બનાવ્યું છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2023માં આ આંકડો 169 હતો.
મુકેશ અંબાણી હાલ ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 9મા નંબરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્થ 117.5 અબજ ડોલર છે.
ગૌતમ અદાણી ભારતના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ છે. અદાણી ગ્રુપના ચેરમેનની કુલ સંપત્તિ 84.8 અબજ ડોલર છે. તેઓ દુનિયાના અબજોપતિઓની યાદીમાં 17માં ક્રમે છે.
શિવ નાદર HCL ટેક્નોલોજીના માલિક છે. તેઓ 36.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા અને વિશ્વના 42માં સૌથી ધનિક વ્યક્તિ છે.
સાવિત્રી જિંદાલ ભારતના ટોપ-10 ધનાઢ્યોમાં એક માત્ર મહિલા છે. જેએસડબ્લ્યુ ગ્રૂપના વડા ભારતના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 31.5 અબજ ડોલર છે. તેમજ તેઓ દુનિયાના અબજોપતિઓની યાદીમાં 50માં નંબરે છે.
દિલીપ સંઘવી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે. તેઓ 25.8 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના પાંચમાં અને વિશ્વના 71માં ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.
સાયરસ પૂનાવાલા ભારતના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના માલિક સાયરસની કુલ સંપત્તિ 21.8 અબજ ડોલર છે. તો વર્લ્ડ બિલિયોનર ઇન્ડેક્સમાં તેઓ 90મા નંબર પર છે.
કુશલ પાલ સિંહ DLF લિમિટેડના માલિક છે અને દેશના 7મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 21.3 અબજ ડોલર છે અને તે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 90માં નંબરે છે.
કુમાર મંગલમ બિરલા દેશના 8માં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ 17.2 અબજ ડોલર છે. આદિત્ય બિરલા ગ્રૂપના માલિક દુનિયાના 96માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે.
આ પણ વાંચો | સૌથી શક્તિશાળી 100 ભારતીયોમાં 9 ગુજરાતી, જાણો કોણ છે આ વ્યક્તિઓ અને તેમનું યોગદાન
રાધાકિશન દામાણી ભારતના નવમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ રિટેલ ચેઇન સ્ટોર્સ ડીમાર્ટ એટલે કે એવન્યૂ સુપરમાર્ટ્સના ના માલિક છે. તેમની કુલ સંપત્તિ 17.2 અબજ ડોલર છે. તેઓ વિશ્વના 103મા સૌથી અમીર વ્યક્તિ છે.
આર્સેલર મિત્તલની માલિક લક્ષ્મી મિત્તલ 10માં નંબરે છે. 16.4 અબજ ડોલરની નેટવર્થના માલિક લક્ષ્મી મિત્તલ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 107માં નંબરે છે.