India US Trade Deal: ખેડૂત માટે રાહતના સમાચાર, યુએસ ભારત વેપાર કરારના દસ્તાવેજ માંથી 'કઠોળ' નો ઉલ્લેખ દૂર કરાયો

India India Trade Deal Impact: યુએસ ભારત વેપાર કરાર વિશેની ફેક્ટ શીટમાં ફેરફાર કરાયો છે. વ્હાઇટ હાઉસે વચગાળાના વેપાર કરાર પરના સુધારેલા દસ્તાવેજમાં યુએસ ઉત્પાદનોની યાદીમાંથી "કઠોળ" નો ઉલ્લેખ દૂર કર્યો છે.

India India Trade Deal Impact: યુએસ ભારત વેપાર કરાર વિશેની ફેક્ટ શીટમાં ફેરફાર કરાયો છે. વ્હાઇટ હાઉસે વચગાળાના વેપાર કરાર પરના સુધારેલા દસ્તાવેજમાં યુએસ ઉત્પાદનોની યાદીમાંથી "કઠોળ" નો ઉલ્લેખ દૂર કર્યો છે.

author-image
Ajay Saroya
New Update
US India Trade Deal Benefits | US India Trade Deal Impact | trump tariff in india

US India Trade Deal Benefits | અમેરિકા ભારત વેપાર સોદાથી કોને વધુ ફાયદો થશે? Photograph: (IE Gujarati)

India India Trade Deal Fact Sheet : યુએસ ભારત વેપાર કરાર વિશે એક મોટા સમાચાર આવ્યા છે. વચગાળાના વેપાર કરાર વિશેના સંશોધિત દસ્તાવેજમાં વ્હાઇટ હાઉસે અમેરિકન ઉત્પાદનોની યાદીમાંથી 'કઠોળ'નો ઉલ્લેખ હટાવી દીધો છે. વ્હાઇટ હાઉસે સોમવારે 'યુએસ-ઇન્ડિયા ઐતિહાસિક વેપાર કરાર (વચગાળાના કરાર)ની ઘોષણા કરી હતી.

Advertisment

ભારત અને અમેરિકા સંયુક્ત રીતે પરસ્પર લાભદાયી વેપાર અંગેના વચગાળાના કરારના માળખાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી વ્હાઇટ હાઉસે ફેક્ટ શીટ જારી કરી હતી. તે કરારની મુખ્ય શરતો રજૂ છે, જેમ કે ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરના ટેરિફને નાબૂદ કરશે અથવા ઘટાડશે. તેમા ડ્રાય ડિસ્ટિલર્સ અનાજ, લાલ જુવાર, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફ્રૂટ્સ, "કેટલાક કઠોળ", સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ્સ સહિત અન્ય માલસામાનનો સમાવેશ થાય છે.

આ ફેક્ટ શીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતે વધુ અમેરિકન ઉત્પાદનો ખરીદવા અને ઉર્જા, માહિતી અને સંચાર તકનીક, કૃષિ, કોલસા અને અન્ય ક્ષેત્રોમાં 500 અબજ ડોલરથી વધુના યુએસ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે.

જો કે, વ્હાઇટ હાઉસે મંગળવારે બહાર પાડવામાં આવેલી સંશોધિત ફેક્ટ શીટમાં "કઠોળ" નો ઉલ્લેખ હટાવી દીધો હતો અને "પ્રતિબદ્ધ" શબ્દને બદલીને "ઇરાદો રાખે છે" કર્યો હતો. સુધારેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારત તમામ અમેરિકન ઔદ્યોગિક માલ અને અમેરિકન ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરના ટેરિફ ઘટાડશે અથવા નાબૂદ કરશે, જેમાં ડ્રાય ડિસ્ટિલર્સ અનાજ (ડીડીજી), લાલ જુવાર, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે." ”

Advertisment

તેમા જણાવ્યું છે કે, ભારત વધુ અમેરિકન ઉત્પાદનો ખરીદવા અને 500 અબજ ડોલરથી વધુની યુએસ એનર્જી, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, કોલસા અને અન્ય ઉત્પાદનો ખરીદવાનો ઇરાદો ધરાવે છે. વેપાર કરાર પર ગયા અઠવાડિયે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં એવી વસ્તુઓની યાદીમાં "કઠોળ" નો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જેના પર ભારતે કહ્યું હતું કે તે અમેરિકન ઉત્પાદનો પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે.

pm modi with donald trump | pm narendra modi | donald trump | us india trade deal impact | us india relations
US India Trade Deal : યુએસ ભારત વેપાર કરારની ઘોષણા થઇ છે. Photograph: (IE Gujarati)

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરના યુએસ એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ અને પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, તકનીકી ઉત્પાદનો અને કોકિંગ કોલસાની ખરીદી કરવાનો ઇરાદો ધરાવે છે. ”

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત બાદ સંયુક્ત નિવેદન આવ્યું છે. વાતચીત દરમિયાન, "બંને નેતાઓ પારસ્પરિક વેપાર પર વચગાળાના કરારના માળખા પર સંમત થયા હતા અને વ્યાપક યુએસ ભારત દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી." 

ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસ india અમેરિકા