ઘણી ટિકિટોમાંથી માત્ર એક જ ટિકિટ કેન્સલ કરવા માંગો છો? જાણો શું છે પ્રોસેસ

Indian Railway IRCTC: ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. તો, તહેવારોના સમયમાં મુસાફરોની સંખ્યા વધુ હોય ત્યારે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. હાલમાં જ ભારતીય રેલ્વેએ છઠ અને દિવાળી માટે 179 ટ્રેનો દોડાવવાની માહિતી આપી છે. આ ટ્રેનો દિલ્હીથી બિહાર, યુપી અને અન્ય સ્થળોએ ચલાવવામાં આવશે. તમે ભારતીય રેલ્વેની IRCTC વેબસાઈટ […]

Written by Kiran Mehta
Updated : October 10, 2022 00:07 IST
ઘણી ટિકિટોમાંથી માત્ર એક જ ટિકિટ કેન્સલ કરવા માંગો છો? જાણો શું છે પ્રોસેસ
ટ્રેન ટિકિટ કેન્સલ કેવી રીતે કરાવાય?

Indian Railway IRCTC: ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. તો, તહેવારોના સમયમાં મુસાફરોની સંખ્યા વધુ હોય ત્યારે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. હાલમાં જ ભારતીય રેલ્વેએ છઠ અને દિવાળી માટે 179 ટ્રેનો દોડાવવાની માહિતી આપી છે. આ ટ્રેનો દિલ્હીથી બિહાર, યુપી અને અન્ય સ્થળોએ ચલાવવામાં આવશે. તમે ભારતીય રેલ્વેની IRCTC વેબસાઈટ પર જઈને કન્ફર્મ ટિકિટ બુક કરાવી શકો છો. ઉપરાંત, જો તમે કોઈ કારણસર ન જાઓ, તો તમે રદ (Train ticket cancellation) પણ કરી શકો છો.

જો તમે તહેવારોની મુલાકાત લેવા માટે એકસાથે ઘણી ટિકિટો બુક કરાવી હોય અને તેમાં તમારે કોઈ કારણસર એક ટિકિટ કેન્સલ કરવી હોય તો, તો તમે અહીં જણાવેલ માર્ગે સરળતાથી કરી શકો છો. ઉદાહરણ તરીકે, ધારો કે તમે એકસાથે 3-4 ટિકિટ બુક કરી છે અને તમે આમાંથી એક કે બે ટિકિટો કેન્સલ કરવા માંગો છો. આ કિસ્સામાં, તમે આપેલ પ્રોસેસને અનુસરી શકો છો.

આ પણ વાંચોસિનિયર સિટીઝન માટે ટ્રેનમાં લોઅર બર્થ ટિકિટ કેવી રીતે કરાવાય, રેલવેએ જણાવી રીત

ટિકિટ કેન્સલ કરવા માટે, તમારે પહેલા IRCTC વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. IRCTC તમને સરળતાથી ટિકિટ બુક અને કેન્સલ કરવાની મંજૂરી આપે છે. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તમે રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ કેન્સલ નહીં કરી શકો.

IRCTC અપડેટ : ટિકિટ કેન્સલ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

  • IRCTC ઈ-ટિકિટીંગ વેબસાઈટ irctc.co.in ની મુલાકાત લો.
  • યુઝર્સ નામ અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
  • હવે Sign in વિકલ્પ પર ક્લિક કરો.
  • ટિકિટ કેન્સલ કરવા માટે તમારે માય ટ્રાન્ઝેક્શન વિભાગમાં જવું પડશે.
  • હવે બુક ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરો, જે માય એકાઉન્ટ મેનુમાં હશે.
  • અહીં તમે બુક કરેલી તમામ ટિકિટો જોઈ શકશો.
  • તમે જે ટિકિટ કેન્સલ કરવા માંગો છો તેને પસંદ કરો અને કેન્સલ ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • જે મુસાફરોની ટિકિટ કેન્સલ કરવાની છે તેમના નામ પસંદ કરીને કેન્સલેશન પ્રક્રિયા શરૂ કરો.
  • હવે પેસેન્જરના નામની પહેલા ચેક બોક્સ પસંદ કરો અને “Cancel Ticket” બટન પર ક્લિક કરો.
  • કેન્સલ કરવા માટે, રદ્દીકરણ પોપ-અપ પર ક્લિક કરો.
  • એકવાર કેન્સલેશન સફળ થઈ જાય, કેન્સલેશન ચાર્જ કપાશે અને ટિકિટના પૈસા પણ તમારા એકાઉન્ટમાં રિફંડ કરવામાં આવશે.
  • ટિકિટ કેન્સલ થયા બાદ તમને SMS અને ઈ-મેલ દ્વારા એક મેસેજ મળશે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસ ચાલુ રાખવા ઇચ્છતા મુસાફરો માટે ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન સ્લીપ (ERS) ની નવી પ્રિન્ટઆઉટ લેવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ