Double Decker Trains: રેલવે વિભાગ હવે ડબલ ડેકર ટ્રેન શરૂ કરશે; નવી ટ્રેનના કોચ, બેઠક વ્યવસ્થા અને ખાસિયતો વિશે જાણો વિગતવાર

Double Decker Trains in India : ડબલ ડેકર ટ્રેનથી પ્રવાસીઓ માટે ટ્રેનની મુસાફરી વધારે રોમાંચક બનશે. રેલવે વિભાગ દ્વારા શરૂ થનાર નવી ડબલ ડેકર ટ્રેનના એક કોચનો નિર્માણ ખર્ચ આશેર 3 કરોડ રૂપિયા છે

Written by Ajay Saroya
August 03, 2023 18:43 IST
Double Decker Trains: રેલવે વિભાગ હવે ડબલ ડેકર ટ્રેન શરૂ કરશે; નવી ટ્રેનના કોચ, બેઠક વ્યવસ્થા અને ખાસિયતો વિશે જાણો વિગતવાર
ફ્લાઇંગ રાની એક્સપ્રેસ ટ્રેન (Photo: Flying Ranee Express_facebook)

Indian Railways Double Decker Trains: ટ્રેન મુસાફરો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ડબલ ડેકર બસની જેમ હવે ભારતમાં ટૂંક સમમયાં ડબલ ડેકર ટ્રેન શરૂ થવા જઇ રહી છે. રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં ડબલ ડેકર ટ્રેન શરૂ આવશે છે. ડબલ ડેકર ટ્રેનથી પ્રવાસીઓ માટે ટ્રેનની મુસાફરી વધારે રોમાંચક બનશે. તમને જણાવી દઇયે મુંબઇની ડબલ ડેકર બસ બહુ લોકપ્રિય છે. હવે ટ્રેનના મુસાફરોને ડબલ ડેકર ટ્રેનની મુસાફરી માણવાની તક મળશે.

ડબલ ડેકર ટ્રેનમાં બેઠક વ્યવસ્થા કેવી હશે

ભારતીય રેલવે વિભાગ આગામી સમયમાં ડબલ ડેકર ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી છે. ડબલ ડેકર ટ્રેનમાં માલસામાનની હેરાફેરીની સાથે સાથે લોકો મુસાફરી પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ડબલ ડેકર ટ્રેનમાં નીચાના ભાગમાં ગુડ્સ એટલે કે માલસામાન હશે અને ઉપરના માળે યાત્રીઓ માટે બેઠક વ્યવસ્થા હશે. એટલે કે ડબલ ડેકર ટ્રેનને ‘ટુ-ઇન વન ટ્રેન’ કહી શકાય છે.

ડબલ ડેકર ટ્રેનનો એક કોચ બનાવવાનો ખર્ચ અંદાજે 3 કરોડ

ડબલ ડેકર ટ્રેનમાં નામ પ્રમાણ બે માળ હશે. ડબલ ડેકર ટ્રેનના કોચનું નિર્માણ રેલ કોચ ફેક્ટરી કપૂરથલામાં થઇ રહ્યુ છે. ડબલ ડેકર ટ્રેનનો એક કોચ બનાવવાનો ખર્ચ અંદાજે 2.70 કરોડથી 3 કરોડ સુધી આવે છે. રેલ કોચ ફેક્ટરી કપૂરથલાના એક અધિકારીએ જણાવ્યું કે, રેલવે બોર્ડને ત્રણ ડિઝાઇન મોકલી હતી. તેમાં એક ડિઝાઇન પાસ થઇ છે.

ડબલ ડેકર ટ્રેનમાં કેટલા કોચ હશે, કેટલા લોકો બેસી શકશે

ડબલ ડેકર ટ્રેનની વાત કરીયે તો આ ટ્રેનમાં લગભગ 20 કોચ લગાડવામાં આવી શકે છે. ડબલ ડેકર ટ્રેનમાં નીચે માલસામાન અને ઉપરના માળે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હશે. ડબલ ડેકર ટ્રેનના એક કોચમાં 46 વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. તેમજ એક કોચની માલસામાન વહન કરવાની ક્ષમતા 6 ટન જેટલી હશે.

ડબલ ડેકર ટ્રેન હશે સંપૂર્ણપણે AC ટ્રેન

ડબલ ડેકર ટ્રેનમાં ઘણી બધી ખાસિયતો હશે. અધિકારીએ જણાવ્યુ કે, રેલ કોચ ફેક્ટરીમાં પ્રથમ કાર્ગો લાઇનર ટ્રેન બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનની ડિઝાઇન અત્યંત ખાસ છે અને તે સંપૂર્ણપણે એસી ટ્રેન હશે. ડબલ ડેકર ટ્રેન ટ્રેન વિવિધ પ્રકારના માલસામાનનું વહન કરવામાં સક્ષમ હશે.

આ પણ વાંચો | વંદે ભારત એક્સપ્રેસની મુસાફરી બનશે વધુ આરામદાયક, 25 જેટલી નવી સુવિધા ઉમેરાશે

પ્રથમ પ્રથમ ડબલ ડેકર ટ્રેન ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ઇતિહાસ બની

ઉલ્લેખનિય છે કે, મુંબઇ મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી ફ્લાઈંગ રાની એક્સપ્રેસ નામની દેશની પ્રથમ ડબલ ડેકર ટ્રેન હવે ઈતિહાસ બની ગઈ છે. 117 વર્ષ જૂની ડબલ ડેકર ટ્રેન, જેને 44 વર્ષ પહેલા 1979માં વધારાના કોચ સાથે ડબલ ડેકરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, તેને હવે પશ્ચિમ રેલવે દ્વારા નવા લિન્ક હોફમેન બુશ (LHB) રેકમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે નવી રેક હવે ડબલ ડેકર તરીકે ચાલશે નહીં. તે રાજધાની, તેજસ વગેરે સહિત અન્ય એક્સપ્રેસ ટ્રેનો જેવી જ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ