Indian Railways : ટ્રેનના મહિલા કોચમાં પુરુષ મુસાફરી કરે તો થશે ધરપકડ, જાણો શું છે સજા અને દંડનો કાયદો

Train Ladies Compartment Rules : ટ્રેનના મહિલા કોચમાં પુરુષો દ્વારા મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. જો કોઇ પુરુષ મહિલા કમ્પાર્ટમેન્ટમાં પકડાય તો ધરપકડ કરવામાં આવે છે. જાણો શું છે સજાની જોગવાઇ

Written by Ajay Saroya
February 09, 2024 22:45 IST
Indian Railways : ટ્રેનના મહિલા કોચમાં પુરુષ મુસાફરી કરે તો થશે ધરપકડ, જાણો શું છે સજા અને દંડનો કાયદો
બાંદ્રા જયપુર સુપરફાસ્ટ ટ્રેન પથ્થરમારો (પ્રતિકાત્મક તસવીર)

Train Ladies Compartment Rules : રેલવે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં એક સુવિધા તેમના માટે રિઝર્વ કોચ છે. આ અંગે RTIમાં મોટો ખુલાસો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ત્રણ લાખથી વધુ પુરૂષોની મહિલાઓ માટે રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

નીમચ સ્થિત આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે આજે પીટીઆઈને જણાવ્યું કે રેલવે બોર્ડે તેમના દ્વારા દાખલ કરાયેલી આરટીઆઈની માહિતી આપી છે. વર્ષ 2019માં 113501, વર્ષ 2020માં 23361, વર્ષ 2021માં 25026, વર્ષ 2022માં 63741 અને વર્ષ 2023માં 77986 પુરુષોની ટ્રેનના મહિલા કોચમાં પ્રવાસ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

vande bharat express trains | orange vande bharat express trains | vande bharat express trains orange colour | 0 vande bharat express trains | indian Railway | vande bharat express trains facility
ભારતીય રેલવે એ તેની પ્રથમ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી શરૂ કરી છે. (@VivekSi85847001)

કોરોના મહામારી બાદ આંકડો ફરી વધ્યો

છેલ્લા પાંચ વર્ષમાં પશ્ચિમ રેલવેમાં આ કાયદા હેઠળ મહત્તમ 63,542 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડામાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન આવા કેસોમાં ઘટાડો થયો હતો કારણ કે તે સમયે માત્ર કેટલીક વિશેષ ટ્રેનો જ ચાલી રહી હતી. આ સમયે આંકડો નોંધપાત્ર રીતે ઘટ્યો હતો. જો કે, કોવિડ પછી પરિસ્થિતિમાં ફરી વધારો જોવા મળ્યો છે.

સજાની જોગવાઈ શું છે?

રેલવેમાં મહિલાઓની સુરક્ષાને લઈને કડક નિયમો અને કાયદા છે. જો મહિલા માટે રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં પુરૂષ મુસાફર પકડાય તો કલમ 162 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 500 રૂપિયાના દંડની જોગવાઈ છે અને જો દંડ ન ભરે તો છ મહિનાની જેલની જોગવાઈ છે.

આ પણ વાંચો | બજેટ 2024માં રેલવે માટે રેકોર્ડ ફાળવણી, જાણો ટ્રેન મુસાફરોને બજેટમાં શું મળ્યું?

દરરોજ ડઝનેક પુરૂષ મુસાફરો મહિલા કોચમાં મુસાફરી કરે છે. આનાથી મહિલાઓને માત્ર અસુવિધા જ નથી થતી પરંતુ સુરક્ષા માટે પણ જોખમ ઊભું થાય છે. જીઆરપી અથવા સ્થાનિક પોલીસ રેલવેમાં થતા ગુનાઓ અંગે કેસ નોંધે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ