OTP Authentication for Tatkal Railway Tickets: ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ડિસેમ્બર 2025થી લાગુ થઇ જશે. પશ્ચિમ રેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે 1 ડિસેમ્બરથી તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે. તેમાં કહ્યું છે કે OTP ચકાસણી વિના ટિકિટ બુક કરવામાં આવશે નહીં. સિસ્ટમમાં ફેરફાર તમામ માધ્યમો પર કરવામાં આવશે.
સફળ OTP ચકાસણી પછી જ ટિકિટ જારી કરવામાં આવશે
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ મુજબ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તત્કાલ ટિકિટ હવે સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની ચકાસણી પછી જ જારી કરવામાં આવશે. આ OTP બુકિંગ સમયે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. સફળ OTP ચકાસણી પછી જ ટિકિટ જારી કરવામાં આવશે. મુસાફરોને બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર પ્રદાન કરવા વિનંતી કરવામાં આવે છે જેથી OTP ચકાસણી સરળ બને.
શતાબ્દી એક્સપ્રેસથી શરૂ થશે
OTP-આધારિત તત્કાલ ટિકિટ પ્રમાણીકરણ સિસ્ટમ 1 ડિસેમ્બર, 2025ની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં આ સિસ્ટમ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પર લાગુ કરવામાં આવશે. શતાબ્દી એક્સપ્રેસની સફળતા પછી આ સિસ્ટમ અન્ય ટ્રેનોમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો – લોન્ચ પહેલા કિયા સેલ્ટોસનું ટીઝર જાહેર, જોવા મળ્યો વધુ દમદાર લૂક
તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે
તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી OTP સિસ્ટમ સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ PRS કાઉન્ટર્સ, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ માધ્યમો પર લાગુ કરવામાં આવશે. ભારતીય રેલવેનું માનવું છે કે આનાથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને યોગ્ય મુસાફરો માટે ટિકિટ ઉપલબ્ધતા સરળ બનશે. આ સિસ્ટમના અમલથી તત્કાલ ટિકિટ બુકિંગમાં ધાંધલી પર અંકુશ આવશે.





