Indian Railways: દરેક મુસાફરને મળશે કન્ફર્મ ટિકિટ! ભારતીય રેલવે 1 કરોડની નવી ટ્રેનો ખરીદશે, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો મેગા પ્લાન

Indian Railways Trains Ticket Booking : ભારતીય રેલવેએ આગામી 15 વર્ષમાં જૂની ટ્રેનોના સ્થાને નવી ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશમાં વસ્તી વૃદ્ધિ અનુસાર આગામી ચાર-પાંચ વર્ષમાં 1000 કરોડ મુસાફરો માટે ક્ષમતા વધારવી પડશે, જેની 3000 વધારાની ટ્રેનોની જરૂર પડશે.

Written by Ajay Saroya
December 15, 2023 22:42 IST
Indian Railways: દરેક મુસાફરને મળશે કન્ફર્મ ટિકિટ! ભારતીય રેલવે 1 કરોડની નવી ટ્રેનો ખરીદશે, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો મેગા પ્લાન
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. (Representational Image.)

ભારતીય રેલ્વે: ભારતીય રેલ્વે મુસાફરોની સતત વધતી સંખ્યાને વધારવા માટે નવી યોજનાઓ બનાવી રહી છે. ભારતીય રેલ્વે આગામી વર્ષોમાં રૂ. 1 લાખ કરોડની નવી ટ્રેનોની ખરીદી કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, નવી ટ્રેનો ખરીદવાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી ચાલી રહેલી જૂની ટ્રેનોને બદલવાનો છે. નવી ખરીદી સાથે રેલ્વે મંત્રાલયના ટ્રેનોના કાફલામાં 7000 થી 8000 નવી ટ્રેનોનો ઉમેરો થશે. તેમણે કહ્યું કે આ માટેના ટેન્ડર આગામી 4-5 વર્ષમાં બહાર પાડવામાં આવશે.

vande bharat train | Indian Railway | train
વંદે ભારત ટ્રેન ફાઇલ તસવીર

ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રક્રિયામાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ટેન્ડર જારી કરવામાં આવશે. આગામી 15 વર્ષમાં જૂની ટ્રેનાની સ્થાને નવી ટ્રેનો દોડાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતીય રેલવે મોટા પાયે ટ્રેન સિસ્ટમને અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે. રેલવે મુસાફરો માટે પર્યાપ્ત સંખ્યામાં ટ્રેનો ઉપલબ્ધ કરાવવા અને ટ્રેક અને ટ્રિપની સંખ્યા વધારીને તમામ લોકોને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળે તેવી સુવિધા પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે.

વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે!

હાલમાં, ભારતીય રેલ્વે દરરોજ ટ્રેનની 10,754 ટ્રિપ્સ ચલાવે છે અને 3000 વધુ ટ્રિપ્સ ઉમેરીને વેઇટિંગ લિસ્ટને દૂર કરવાની યોજના ધરાવે છે. કોવિડ-19 પછી રેલવેએ 568 વધારાની ટ્રિપ્સ શરૂ કરી છે. આ સાથે રેલ્વે દર વર્ષે 700 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. અને મુસાફરોની ક્ષમતા 2030 સુધીમાં 1000 કરોડ થવાની છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પેસેન્જર કેટેગરીમાં વેઇટલિસ્ટિંગની સમસ્યાને સમાપ્ત કરવા માટે ટ્રેનની ટ્રિપની સંખ્યામાં 30 ટકા વધારો કરવો પડશે.

ahmedabad-mumbai bullet train
ભારત સરકારે શરૂઆતમાં ડિસેમ્બર 2018 સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાનું અને 2023 સુધીમાં બંને સ્થળો વચ્ચે બુલેટ ટ્રેનને કાર્યરત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. (ફાઇલ ફોટો)

ઉપરાંત પ્રસ્તાવિત ટ્રેન ઓર્ડરમાં મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ સામેલ કરવામાં આવશે. તેમાં એવી શરત છે કે ટ્રેન ભારતમાં જ બનાવવામાં આવશે અને આ માટે રેલવેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં વસ્તી વૃદ્ધિ અનુસાર આગામી ચાર-પાંચ વર્ષમાં 1000 કરોડ મુસાફરો માટે ક્ષમતા વધારવી પડશે. આ માટે 3000 વધારાની ટ્રેનોની જરૂર પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ