IRCTC : ટ્રેન મુસાફરોને રેલવેની મોટી ભેટ, ટિકિટ ભાડામાં 20 ટકા ડિસ્કાઉન્ટ, જાણો શરતો

Railways Round Trip Train Ticket Booking Rules : રેલવે વિભાગે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરી છે, જે હેઠળ ટ્રેન ટિકિટ બુકિંગ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમો અને શરતો જાણો.

Written by Ajay Saroya
August 13, 2025 15:53 IST
IRCTC : ટ્રેન મુસાફરોને રેલવેની મોટી ભેટ, ટિકિટ ભાડામાં 20 ટકા ડિસ્કાઉન્ટ, જાણો શરતો
Indian Railway : ભારતીય રેલવે. (Photo: Freepik)

Railways Round Trip Train Ticket Booking Rules : ભારતીય રેલવે વિભાગે તહેવારોની સીઝન દરમિયાન ટ્રેન મુસાફરોને મોટી ભેટ આપી છે. તહેવારોની મોસમ દરમિયાન ટ્રેનોમાં ભીડ ઓછી કરવા અને સારી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી, રેલ્વેએ ‘રાઉન્ડ ટ્રીપ પેકેજ’ નામની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જો કોઈ મુસાફર આવવાન અને જવાની એટલે કે રિટર્ન માટેની બંને ટિકિટ એકસાથે બુક કરાવે છે, તો તેને રિટર્ન ટિકિટ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના હેઠળ ટ્રેન ટિકિટનું બુકિંગ 14 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ રહ્યું છે.

આ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના તહેવારો દરમિયાન બેઠકોનું વધુ સારું સંચાલન કરવા અને બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવીને મુસાફરોને સમયસર બંને રાઉન્ડ ટ્રીપ ટિકિટની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. આનાથી મુસાફરોને નાણાકીય ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ તે ભારતીય રેલ્વેને ભીડને નિયંત્રિત કરવામાં અને બંને દિશામાં ટ્રેનોનો ઉપયોગ સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરશે.

Train Ticket Fare Discount : ટ્રેન ટિકિટમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે શરતો

રેલવે વિભાગની રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ, જો કોઈ મુસાફર જવાની સાથે સાથે રિટર્ન આવવાની પણ ટ્રેન ટિકિટ એક સાથે બુક કરવા છે તો રિટર્ન ટિકિટ ભાડામાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કે, આ માટે, બંને ટિકિટ એક જ ક્લાસ અને સમાન મૂળ-ગંતવ્ય (O-D) જોડીમાં હોવી જોઈએ. આ યોજના હેઠળ બુક કરાયેલી ટિકિટ પર કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. એટલે કે, ટિકિટમાં કોઈ રિફંડ, ફેરફાર અથવા અન્ય ડિસ્કાઉન્ટ (જેમ કે પાસ, વાઉચર, કન્સેશન) માન્ય રહેશે નહીં.

Round Trip Packages Time : રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના ક્યાં સુધી ચાલશે?

રેલવે વિભાગ દ્વારા શરૂઆતમાં, રાઉન્ડ ટ્રિપ યોજના એક પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવી રહી છે, જે 14 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. આ યોજના હેઠળ,13 ઓક્ટોબર 2025 થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની ટ્રેન મુસાફરી માટે ટિકિટ 14 ઓગસ્ટ 2025 થી બુક કરાવી શકાય છે. તો 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની ટ્રેન મુસાફરી માટે રિટર્ન જર્નીની ટ્રેન ટિકિટ બુક કરવામાં આવશે. ખાસ વાત એ છે કે રિટર્ન જર્ની માટે એડવાન્સ રિઝર્વેશન અવધિ લાગુ પડશે નહીં, જેનો લાભ મુસાફરોને મળશે.

Round Trip Packages : કઈ ટ્રેનોમાં રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના લાગુ થશે

આ યોજના ફ્લેક્સી ભાડા વાળી ટ્રેનો સિવાય તમામ કેરેટગી અને ખાસ ટ્રેનો (માંગ પર ચાલતી ટ્રેનો) માં લાગુ પડશે. આ યોજના હેઠળ ફક્ત કન્ફર્મ થયેલ ટિકિટ જ માન્ય રહેશે. જો કે, આમાં કોઈ પણ પ્રકારની ડિસ્કાઉન્ટ, રેલ મુસાફરી કૂપન, પાસ અથવા વાઉચરનો ઉપયોગ કરી શકાશે નહીં.

Train Ticket Booking Online : ટ્રેન ટિકિટ બુકિંગ કેવી રીતે કરવું?

રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ ટ્રેન ટિકિટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મેળવવા તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ટિકિટ બુક કરાવી શકાય છે. ટ્રેન મુસાફરો જવાની અને પરત ફરવાની બંને મુસાફરી ઓનલાઈન અથવા રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી બુક કરાવી શકશે. જો કે 20 ટકા ડિકાઉન્ટ મેળવવા બંને ટિકિટ એક જ માધ્યમથી બુક કરાવવી જોઈએ. આ ઉપરાંત, જો ચાર્ટ તૈયાર કરતી વખતે કોઈપણ ટિકિટ પર વધારાનું ભાડું લેવામાં આવશે, તો મુસાફરો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ