Indian Railways Rules For Child Ticket In Train : ટ્રેનમાં દરરોજ લાખો કરોડો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું ટ્રેન નેટવર્ક ધરાવે છે. બસ અને વિમાનની તુલનામાં ટ્રેન સૌથી સસ્તું પરિવહનનું વિકલ્પ છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં પ્રવાસ કરે છે, જેમા બાળકોને ટ્રેન ટિકિટ ભાડાંમાં છુટછાટ મળે છે. જો કે ઘણા લોકોને તેના વિશે જાણકારી હોતી નથી. ચાલો જાણીયે કેટલી ઉંમર સુધીના બાળકો ટ્રેનમાં મફત મુસાફરી કરી શકે છે? કઇ ઉંમરના બાળકોની ટ્રેનમાં હાફ ટિકિટ લાગે છે?
બાળક માટે ટ્રેન ટિકિટ ભાડાના નિયમ
નાના બાળકોના માતાપિતાએ ભારતીય રેલ્વેની ચાઇલ્ડ ટિકિટ પોલિસી વિશે જાગૃત રહેવાની જરૂર છે. નિયમ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ ખરીદ્યા વિના મફતમાં મુસાફરી કરી શકે છે. જો કે, આ જોગવાઈમાં અપવાદ છે. તેથી, માતાપિતાએ મુસાફરીની યોજના બનાવતા પહેલા ચાઇલ્ડ ટિકિટ નીતિ વિશે જાગૃત રહેવું જોઈએ.
ભારતીય રેલ્વે બાળકોની ટિકિટની વય મર્યાદા
આ ઉંમરના બાળકો ટ્રેનમાં મફત મુસાફરી કરી શકે છે
ભારતીય રેલવેના નિયમ મુજબ જો તમારા બાળકની ઉંમર 1 થી 5 વર્ષ સુધી છે, તો તેની માટે કોઇ ટ્રેન ટિકિટ ખરીદવી પડશે નહીં. 5 વર્ષ સુધીના બાળક ટ્રેનમાં મફત મુસાફરી કરી શકે છે. રેલવે વિભાગના આ નિયમથી નાના બાળકો હોય તેવા મુસાફરોને ઘણો ફાયદો થાય છે.
કઇ ઉંમરના બાળકો માટે ટ્રેનની હાઇ ટિકિટ ખરીદવી જરૂરી?
ભારતીય રેલવેના નિયમ મુજબ જો તમારા બાળકની ઉંમર 5 થી 12 વર્ષની વચ્ચે છે, તો ટ્રેનમાં મુસાફરી કરવા માટે હાઇ ટિકિટ ખરીદવી પડશે. એક વાત ધ્યાનમાં રાખો હાફ ટિકિટ પર ટ્રેનમાં બર્થ એટલે સીટ મળતી નથી. વાલીની સીટમાં જ બાળકને બેસવું પડે છે. જો તમારે બાળક માટે ટ્રેનમાં આખી સીટ જોઇએ છે, તો આખી ટિકિટ ખરીદવી પડશે.
જો તમારું બાળક 12 વર્ષથી મોટું છે તો ટ્રેનમાં મુસાફરી માટે વયસ્ક વ્યક્તિની જેમ આખી ટિકિટ ખરીદવી પડશે અને અલગથી બર્થ પણ મળશે.
રેલ્વે મંત્રાલય દ્વારા 6 માર્ચ 2020 ના રોજ જારી કરવામાં આવેલા એક પરિપત્ર મુજબ, “… પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફતમાં લેવામાં આવશે. જો કે, અલગ બર્થ અથવા સીટ (ચેર કારમાં) આપવામાં આવશે નહીં. તેથી, જો અલગ બર્થનો દાવો ન કરવામાં આવે તો ટિકિટ ખરીદવાની જરૂર નથી. જો કે, જો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વૈચ્છિક ધોરણે બર્થ/સીટ માંગવામાં આવે છે, તો પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ ભાડું વસૂલવામાં આવશે. ”
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ટિકિટ બુકિંગ
જો તમે રેલવેના આ નિયમનો ફાયદો ઉઠાવવા માંગો છો તો બાળકની માટે ટ્રેન ટિકિટ બુકિંગ કરાવતી વખતે તેનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય ઓળખના પુરાવા જરૂર કરવા પડી શકે છે. આ દસ્તાવેજ દ્વારા જરૂર જરાય તો રેવલે અધિકારી બાળકની વય તપાસી શકે છે, જેથી કોઇ વ્યક્તિ નિયમનો ખોટો ઉઠાવી ન શકે.
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાનો દંડ
જો તમારા બાળકની ઉંમત 5 વર્ષથી વધારે છે અને ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતી વખત પકડાય તો વાલીએ દંડ ચૂકવવો પડી શકે છે. ઉપરાંત જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી છે, પરંતુ તે સાબિત કરવા માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાની ફરજ પડી શકે છે.





