/indian-express-gujarati/media/media_files/2025/12/26/railway-train-fare-hike-2025-12-26-09-29-45.jpg)
Railway Train Fare Increase : રેલવે એ ટ્રેન ભાડાં વધાર્યા છે. Photograph: (Freepik)
Indian Railway Fare Hike From Today : ભારતીય રેલવે દ્વારા 26 ડિસેમ્બરથી ટ્રેન ભાડાં વધારવામાં આવ્યા છે. આથી હવે ટ્રેન મુસાફરી મોંઘી થઇ છે. ભારતીય રેલવેએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે 26 ડિસેમ્બરથી ટ્રેન ટિકિટ મોંઘી થઈ જશે. ભારતીય રેલવે એ ટ્રેન ભાડામાં પ્રતિ કિમી 2 પૈસા સુધી વધારો કર્યો છે. જો કે રાહતની વાત એ છે કે, 215 કિમી સુધીના અંતર માટે ટ્રેન ભાડાંમાં કોઇ વધારો કરાયો નથી.
ટ્રેન ભાડું કેટલું વધ્યું
ભારતીય રેલવેની એવી દલીલ છે કે, વધુ સારી સુવિધાઓ આપવા માટે ટ્રેન ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા ટિકિટ ભાડાના નવા માળખાંની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જો કોઈ મુસાફર સામાન્ય વર્ગમાં 215 કિલોમીટરથી ઓછું અંતર કાપે તો તેના પર કોઈ વધારાનો બોજ નહીં પડે. એટલે કે આવા મુસાફરોના ટ્રેન ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો કે, 215 કિલોમીટરથી વધુનું અંતર હશે તો વધારે ટ્રેન ભાડું ચૂકવવું પડશે. નવા નિયમ મુજબ સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર દીઠ એક પૈસા વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મેલ-એક્સપ્રેસ, નોન-એસી અને એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર બે પૈસા વધારવામાં આવ્યા છે.
500 કિમી સુધીની મુસાફરી પર કેટલું ભાડું વધશે?
રેલવે વિભાગનું કહેવું છે કે આ ફેરફારથી તેને લગભગ 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. નવા ભાડાના માળખા હેઠળ, જો કોઈ મુસાફર નોન-એસી ટ્રેનમાં 500 કિલોમીટરની મુસાફરી કરે છે, તો તેણે તેની ટિકિટ પર વધારાના 10 રૂપિયા ચૂકવવા પડશે.
આ વધારાને જો આપણે ઉદાહરણ સાથે સમજીએ તો અત્યારે દિલ્હીથી પટનાનું અંતર લગભગ 1000 કિલોમીટર છે અને થર્ડ એસી નું ભાડું લગભગ 2,395 રૂપિયાની આસપાસ છે. પરંતુ 26 ડિસેમ્બર, 2025 પછી, જો કોઈ મુસાફર તે જ રૂટ પર રાજધાની ટ્રેનમાં મુસાફરી કરે છે, તો પ્રતિ કિલોમીટર બે પૈસાના વધારાને કારણે, તેણે તેનું ટ્રેન ટિકિટ ભાડું 20 રૂપિયા વધી જશે.
અમદાવાદ થી દિલ્હીનું અંતર 990 કિમી જેટલું થાય છે. આથી રેલવે વિભાગે ટ્રેન ભાડાં વધારતા અમદાવાદ થી દિલ્હી સુધીની સ્લિપર કોચની ટ્રેન ટિકિટ 20 થી 25 રૂપિયા સુધી મોંઘી થશે. તો અમદાવાદ થી મુંબઇનું અંતર 550 કિમી જેટલું છે. આમ નવા ટ્રેન ભાડા મુજબ અમદાવાદ થી મુંબઇનું સ્લિપર કોચનું ટ્રેન ભાડું 10 સુધી વધશે.
સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી ટ્રેન ભાડું કેટલું વધશે?
- 215 કિમી સુધીના ટ્રેન ભાડામાં કોઇ વધારો નહીં
- 216 થી 750 કિમી સુધીની મુસાફરીનું ટ્રેન ભાડું 5 રૂપિયા વધ્યું
- 751 થી 1,250 કિમી સુધીની મુસાફરીનું ટ્રેન ભાડું 10 રૂપિયા વધ્યું
- 1251 થી 1750 કિમી સુધીની મુસાફરીનું ટ્રેન ભાડું 15 રૂપિયા વધ્યું
- 1751 થી 2250 કિમી સુધીની મુસાફરીનું ટ્રેન ભાડું 20 રૂપિયા વધ્યું


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us