Indian Railways: તહેવારો (Festival) ની સિઝનમાં ભારતીય રેલવે તરફથી કન્ફર્મ ટિકિટ (confirmed ticket) મેળવવી સરળ નથી, કારણ કે મુસાફરોને સ્પેશિયલ ટ્રેનો ચલાવવા છતાં ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે તત્કાલ સિસ્ટમમાં પણ કન્ફર્મેશન મેળવવું એક પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં, જો તમે મુસાફરી કરવા માંગતા હો અને ટ્રેનમાં જ મુસાફરી એક વિકલ્પ છે, તો અહીં એક રસ્તો છે, જેનાથી તમે કન્ફર્મ ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.
કન્ફર્મ ટિકિટ વિના ટ્રેનમાં કેવી રીતે મુસાફરી કરવી
જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરો છો અને તમારી ટિકિટ કન્ફર્મ નથી, તો ભારતીય રેલવેના નિયમો અનુસાર તમે ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરી શકો છો. પરંતુ આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે તમારે વિન્ડો દ્વારા જ વેઇટિંગ ટિકિટ લેવી પડશે. ઓનલાઇન વેઇટિંગ ટ્રેન ટિકિટ બુકિંગ પર મુસાફરીની મંજૂરી હોતી નથી.
ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઈન વેઈટિંગ ટિકિટ માન્ય નથી. જો કે, જો રેલ્વે દ્વારા ઓનલાઈન વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો તેને કેન્સલ કરીને ટિકિટના સમગ્ર પૈસા પાછા ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજી તરફ, જો તમે ચાર્ટ તૈયાર થવાના ત્રણ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો તમને કેટલાક ચાર્જ સાથે રિફંડ કરવામાં આવશે.
TTE સીટ આપી શકે છે
બીજી તરફ, જો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે અથવા જો તમે વિંડોથી ટિકિટ બુક કરાવી છે, તો જો કોઈ સીટ ખાલી પડે તો તે સીટ પર મુસાફરી કરવા માટે મુસાફર TTE પાસે મંજૂરી લઈ શકે છે. જો કે, ટીટીઈ ચાર્ટ તૈયાર થયા પછી જ પેસેન્જરને ખાલી સીટ પર બેસવાની કે મુસાફરી કરવાની મંજૂરી આપી શકે છે.
TTE મુસાફરી કરતા રોકી શકે નહીં
જો તમારી પાસે રેલ્વેની બારીમાંથી ખરીદેલી ટિકિટ હોય, તો ટિકિટ ચેકર તમને મુસાફરી કરતા રોકી શકશે નહીં, પરંતુ જો TTE પાસે ટ્રેનમાં કોઈ ફાજલ સીટ બાકી નથી તો તમને કોઈ સીટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો – ઘણી ટિકિટોમાંથી માત્ર એક જ ટિકિટ કેન્સલ કરવા માંગો છો? જાણો શું છે પ્રોસેસ
તહેવારો પર રેલ્વે 179 સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું
ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વે દિવાળી, છઠ પર ઘરે જવા માટે મુસાફરો માટે 179 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જે યુપી-બિહાર અને અન્ય રાજ્યોમાં જઈ રહી છે. આ ટ્રેનો મોટાભાગે દિલ્હીથી ચલાવવામાં આવે છે અને વાપસી માટે પણ સુવિધા પૂરી પાડે છે. જો તમે પણ કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી, તો તમે આ ટ્રેનોમાં સરળતાથી બુકિંગ કરાવી શકો છો.