scorecardresearch

વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોનો લખલૂંટ ખર્ચ, 11 મહિનામાં 12.51 અબજ ડોલર ખર્ચ્યા – RBIના રિપોર્ટમાં ખુલાસો

RBI remittances data : રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતીયો દ્વારા નાણાંકીય વર્ષ 2022-23માં LRS હેઠળ દેશની બહાર મોકલવામાં આવેલા કુલ 24.18 અબજ ડોલરના રેમિટન્સમાંથી 52 ટકા વિદેશ પ્રવાસ પાછળ ખર્ચાઇ છે.

airport foreign travel
કોવિડ- પ્રતિબંધો દૂર થયા બાદ વર્ષ 2022થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ અને મોટી સંખ્યામાં ભારતીયોએ વિદેશ ફરવા જવા લાગ્યા.

ભારતીયો હરવા-ફરવાના બહુ શોખીન હોય છે અને હાલ વિદેશ પ્રવાસ એટલે કે ફોરેન ટુરનો ક્રેઝ વધી રહ્યો છે. વિદેશ પ્રવાસ પાછળ ભારતીયો જંગી નાણાં ખર્ચી રહ્યા છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન વિદેશ પ્રવાસ પાછળ અધધધ… 12.51 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 104 ટકા વધારે છે, એવું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જાણવા મળ્યું છે.

નાણાંકીય વર્ષ 2021-22માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન ભારતના રહેવાસી નાગરિકોએ RBIની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ કુલ 6.13 અબજ ડોલર ખર્ચ્યા હતા.

લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ભારતીય નાગરિકો દર નાણાકીય વર્ષમાં 2,50,000 ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે.

કોરોના મહામારીને કારણે વર્ષ 2020 અને 2021 દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2022માં વિદેશી મુસાફરી પરનો પ્રતિબંધો હટાવવામાં આવ્યા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ સર્વિસસ ફરી શરૂ થતા ભારતીયોએ વિદેશમાં ફરવાનું શરૂ કર્યું છે.

રિઝર્વ બેંકના આંકડા અનુસાર ફેબ્રુઆરી 2023માં ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ 1.07 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે 2022ના સમાન મહિનાની સરખામણીમાં 9.2 ટકા વધુ હતો. જો કે, જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં આ ખર્ચ 28 ટકા ઘટ્યો છે. જાન્યુઆરી 2023માં વિદેશ મુસાફરી પાછળ ભારતીયો દ્વારા ખર્ચવામાં આવેલી રકમ 1.49 અબજ ડોલર હતી.

નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન નિવાસી વ્યક્તિઓ દ્વારા LRS હેઠળ મોકલવામાં આવેલી કુલ રકમની 52 ટકા રકમ વિદેશ પ્રવાસ પાછળ ખર્ચાઇ છે. તો સમગ્ર નાણાકીય વર્ષ 2021-22માં ભારતીયોએ વિદેશી પ્રવાસ પાછળ કુલ 6.9 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો.

રિઝર્વ બેંકના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ 11 મહિનામાં ભારતીય નાગરિકો દ્વારા LRS હેઠળ કુલ 24.18 અબજ ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલવામાં આવ્યું છે, જેમાં એકલા ફેબ્રુઆરીમાં જ આઉટવર્ડ રેમિટન્સ 2.1 અબજ ડોલર હતું. તો નાણાંકીય વર્ષ 2021-22માં LRS હેઠળ કુલ આઉટવર્ડ રેમિટન્સ 19.61 અબજ ડોલર નોંધાયુ હતુ.

Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Web Title: Indians foreign tour travel rbi remittances data

Best of Express