Indigo: ઇન્ડિગોને DGCAએ ફટકાર્યો 30 લાખ રૂપિયાનો દંડ, એરલાઇન્સને શો-કોઝ નોટિસ પણ મોકલી

DGCA fines Indigo : ડીજીસીએ એ ઇન્ડિગોને નિર્ધારિત જરૂરિયાતો અને માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે

DGCA fines Indigo : ડીજીસીએ એ ઇન્ડિગોને નિર્ધારિત જરૂરિયાતો અને માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
indigo | airline | DGCA

Indigo airline: ઇન્ડિગો એરલાઇન્સ (એક્સપ્રેસ ફોટો)

DGCA fines 30 lakh on Indigo : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે ઈન્ડિગો એરલાઈન્સને તોતિંગ 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએ એ એરલાઇનને દંડ ફટકારવાની સાથે સાથે કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. DGCAએ IndiGo ને નિર્ધારિત જરૂરિયાતો અને માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

Advertisment

ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈન્સનું વિશેષ ઓડિટ કર્યું હતું. આ ઓડિટ દરમિયાન તેઓએ ફ્લાઇટ A321ની કામગીરી, તાલીમ, એન્જિનિયરિંગ અને ફ્લાઇટ ડેટા મોનિટરિંગ પ્રોગ્રામ પર તેમના દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાઓની સમીક્ષા કરી. વિશેષ ઓડિટ દરમિયાન ઇન્ડિગો એરલાઇનની કામગીરી, તાલીમ પ્રક્રિયાઓ અને એન્જિનિયરિંગ પ્રક્રિયાઓ સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક પ્રણાલીગત ખામીઓ જોવા મળી હતી. જેના કારણે ઇન્ડિગોને દંડ ફટકારવામાં આવ્યો છે.

દિલ્હીથી પેરિસ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી પેરિસ જતી ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI143 આજે ટેક-ઓફ કર્યા બાદ તરત જ પાછી ફરી હતી. ફ્લાઈટ ટેકઓફ થયા બાદ રનવે પર કાટમાળ જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે આ કાટમાળ ફ્લાઈટનું ટાયર છે. આ જોયા બાદ દિલ્હી એટીસીએ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી. આ પછી ફ્લાઈટને ફરીથી લેન્ડ કરવામાં આવી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, “28 જુલાઈ 2023ના રોજ દિલ્હીથી પેરિસની ફ્લાઈટ AI143 ટેક-ઓફ બાદ તરત જ પાછી આવી. ફ્લાઇટ ક્રૂને દિલ્હી એટીસી દ્વારા ટેકઓફ પછી રનવે પર શંકાસ્પદ ટાયરના કાટમાળની જાણ કરવામાં આવી હતી. ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર બપોરે 14.18 વાગે પરત આવી ગઇ. હાલ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તો પ્રવાસીઓ માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisment

ગવર્નર વગર ફ્લાઈટે ભરી ઉડાન

તો બીજી તરફ બેંગ્લોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોન્જમાં બેસીને પોતાની ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એર એશિયાની ફ્લાઇટે તેમને લીધા વગર જ ઉડાઇ ભરી લીધી. સત્તાવાર સુત્રોએ કહ્યુ કે, એરલાઇન્સે રાજ્યપાલ એરપોર્ટ પર મોડા આવ્યા હોવાનું જણાવ્યુ જ્યારે તે લોન્જમાં બેસીને રાહ જોઇ રહ્યા હતા.

એરલાઇન્સ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ શેર બજાર