Indigo : ઈન્ડિગો ને આંશિક રાહત, DGCA એ 'સાપ્તાહિક આરામ' નિયમ પાછો ખેંચ્યો

DGCA Withdraws Weekly Rest Rules To Indigo : ઈન્ડિગો એરલાઈન્સને રાહત આપતા DGCA એ સાપ્તાહિક આરામનો નિયમ પાછો ખેંચ્યો છે. નવા નિયમના કારણે ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ મોડી થઇ છે અથવા કેન્સલ કરવાની ફરજિયાત પડી છે.

DGCA Withdraws Weekly Rest Rules To Indigo : ઈન્ડિગો એરલાઈન્સને રાહત આપતા DGCA એ સાપ્તાહિક આરામનો નિયમ પાછો ખેંચ્યો છે. નવા નિયમના કારણે ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ મોડી થઇ છે અથવા કેન્સલ કરવાની ફરજિયાત પડી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Indigo Flight | Indigo | Indigo Share Price | indigo airlines | indigo dgca news

Indigo Flight : ઈન્ડિગો ફ્લાઇટ. (Photo: @IndiGo6E)

Indigo DGCA News : ઈન્ડિગો એરલાઇન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. DGCAએ ઈન્ડિગો એરલાઇન્સ માટે સાપ્તાહિક આરામ (weekly rest) નિયમ પાછા ખેંચ્યા છે. ઉલ્લેખનિય છે કે, DGCA દ્વારા કામકાજના કલાકોનું નિયમન કરવાનો આદેશ જારી કર્યા પછી, ઇન્ડિગોમાં સ્ટાફની ભારે અછત સર્જાઇ હતી, જેના કારણે ઈન્ડિગો એરલાઈન્સને 500 થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઇ હતી.

Advertisment

ડીજીસીએએ ક્રૂ મેમ્બર્સ માટે સાપ્તાહિક આરામ અંગેના તમામ ઓપરેટરોને આપેલા નિર્દેશો પાછા ખેંચી લીધા છે. પાઇલટ અને ક્રૂ મેમ્બરની તંગી કારણે ઈન્ડિગો એરલાઈન્સની 500 થી વધુ ફ્લાઇટ રદ થતા હજારો પેસેન્જર ફટાવાયા હતા, તેમના માટે આ રાહતજનક સમાચાર છે.

ડીજીસીએની સૂચનામાં કહેવામાં આવ્યું છે: "ચાલુ ઓપરેશનલ વિક્ષેપો અને કામગીરીની સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે વિવિધ એરલાઇન્સ તરફથી મળેલા પ્રતિનિધિઓને ધ્યાનમાં રાખીને… સંદર્ભિત ફકરામાં સમાવિષ્ટ સૂચના કે સાપ્તાહિક આરામ માટે કોઈ રજા નહીં લેવામાં આવે, તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે."

ઇન્ડિગો દ્વારા બે મહિના માટે છૂટછાટ માંગ્યા બાદ DGCA તરફથી આ રાહત આપવામાં આવી છે.

Advertisment

ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેમ મોડી અને રદ થઇ છે?

ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવા અને મોડી પડવાની સમસ્યાનો સામનો કરી રહી છે. હજારો મુસાફરો અટવાયા છે અથવા લાંબી રાહ જોવી પડી રહી છે. ભારતની સૌથી મોટી એરલાઇન્સ - જે સ્થાનિક બજારના 60% થી વધુ હિસ્સો ધરાવે છે, તેની કામગીરીમાં વિક્ષેપ મુખ્યત્વે નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ધોરણોના અમલીકરણના બાદ ક્રૂ મેમ્બરની અછતને કારણે ઉદ્ભવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ શુક્રવારે પણ ઈન્ડિગો એરલાઇન્સની લગભગ 500 શિડ્યુઅલ ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનો અંદાજ છે. ઈન્ડિગો ફ્લાઇટ કટોકટીનો સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

એરલાઇન્સ બિઝનેસ ઇન્ડિગો