/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/IndiGo-flight.jpg)
ઈન્ડિગો વિમાન - Photo- ANI
Indigo Flight Cancellations : ઈન્ડિગો ફ્લાઇટ સર્વિસ હજી પણ સંપૂર્ણપણે શરૂ થઇ શકી નથી. આ કટોકટી દરમિયાન ઈન્ડિગો વિરુદ્ધ સરકારે કડક પગલાં લીધા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લાઇટ વિક્ષેપને પગલે તેણે 1 ડિસેમ્બર, 2025 થી ઇન્ડિગોની ફ્લાઇટ શિડ્યૂલમાં 5% ઘટાડો કર્યો છે. DGCA એ મંગળવારે આ અંગેનો આદેશ જારી કર્યો હતો. નિવેદન અનુસાર, તમામ પ્રદેશોમાં, ખાસ કરીને ઉંચી માંગ અને હાઇ ફિક્વન્સી રૂટ્સ પ ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડીજીસીએને સુધારેલ શિડ્યૂલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ડીજીસીએ નો આ આદેશ સોમવારે નાગરિક ઉડ્ડયન પ્રધાનના નિવેદન પછી આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વર્તમાન શિયાળાના સમયપત્રક હેઠળ ઇન્ડિગો દ્વારા સંચાલિત રૂટની સંખ્યા ઘટાડશે.
"...IndiGo has not demonstrated the ability to operate its schedules efficiently. It is directed to reduce the schedule by 5% across sectors. IndiGo is required to submit a revised schedule by 5 pm on 10th December": Office of the Director General of Civil Aviation, Govt of… pic.twitter.com/AL6BEA2Jpb
— ANI (@ANI) December 9, 2025
2025-26 માટે શિયાળાના સમયપત્રકના ભાગરૂપે, એરલાઇન દરરોજ 2,200 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us