Indigo Share Down: ઈન્ડિગો શેરનું ક્રેશ લેન્ડિંગ, ડિસેમ્બરમાં 15 ટકા તૂટ્યો, સરકારી તપાસથી એરલાઈન્સ કંપનીમાં હડકંપ

Indigo Share Crash After Under Scrutiny : ઈન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન કંપનીનો શેર સોમવારે 8.5 ટકા તૂટ્યો છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવા અને ટોચના અધિકારીઓને કારણદર્શક નોટિસ જારી થવાના અહેવાલથી એરલાઈન્સ કંપનીના શેરમાં કડાકો બોલાયો છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં શેર 15 ટકાથી વધુ તૂટ્યો છે.

Indigo Share Crash After Under Scrutiny : ઈન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન કંપનીનો શેર સોમવારે 8.5 ટકા તૂટ્યો છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવા અને ટોચના અધિકારીઓને કારણદર્શક નોટિસ જારી થવાના અહેવાલથી એરલાઈન્સ કંપનીના શેરમાં કડાકો બોલાયો છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં શેર 15 ટકાથી વધુ તૂટ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IndiGo flight

ઈન્ડિગો વિમાન - Photo- ANI

Indigo Interglobe Aviation Share Crash : ઈન્ડિગો એરલાઈન્સ એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન કંપની છેલ્લા એક સપ્તાહથી કટોકટીનો સામનો કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ મોટી સંખ્યામાં રદ કરવામાં આવી છે, જેના કારણે પેસેન્જરને ભારે મુશ્કેલી પડી છે. આ દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સના ઓપરેટર ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં આજે 8 ડિસેમ્બર, 2025ના રોજ 7.5 ટકાનો કડાકો બોલાયો છે. ઈન્ડિગો કટોકટીથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે.

Advertisment

ઈન્ડિગો શેરનું ક્રેશ લેન્ડિંગ, 15 ટકાથી વધુ તૂટ્યો

સોમવારે ઇન્ટરગ્લોબ એવિએશનનો શેર 8.5 ટકા ઘટીને 4,920 રૂપિયા બોલાયો હતો. 1 ડિસેમ્બરે કંપનીના શેરની કિંમત 5,837 રૂપિયા હતી. એટલે કે અત્યાર સુધીમાં ઈન્ડિગોની ઓપરેટર કંપનીના શેરમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપનીના ટોચના અધિકારીઓને સંસદની ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને કલ્ચર કમિટી સમક્ષ બોલાવવામાં આવ્યા હોવાના અહેવાલોએ શેર પર દબાણ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (એફડીટીએલ)ના નિયમોને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ સર્વિસ અવરોધાઇ હતી. આ નિયમો જાન્યુઆરી 2024 માં જારી કરવામાં આવ્યા હતા અને પ્રથમ 1 જૂન, 2024 થી અમલમાં આવવાના હતા. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ડીજીસીએ એ આખરે 1 નવેમ્બર, 2025 થી આનો અમલ કર્યો, પરંતુ ઈન્ડિગો આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ.

ડીજીસીએએ ગયા અઠવાડિયાથી ઇન્ડિગોની સેવા સંપૂર્ણપણે ખોરવાઈ જવાના કારણે શું થયું તેની તપાસ શરૂ કરી છે. વિક્ષેપની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકાર અને ડીજીસીએ એ એરલાઇન્સને નવા ક્રૂ રેસ્ટ અને ડ્યુટી નિયમોમાં હાલ પૂરતી છૂટછાટ આપી હતી. જેથી તે પોતાની ફ્લાઇટ સર્વિસ ઓપરેશન અને શેડ્યૂલ ઠીક કરી શકે. પરંતુ ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ અવરોધના મૂળ સુધી પહોંચીને ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.

Advertisment

સુપ્રીમ કોર્ટે ઝડપી સુનાવણી કરવા ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, તે ઇન્ડિગોની હજારો ફ્લાઇટ્સ રદ કરવાના કેસમાં હસ્તક્ષેપની માંગ કરતી તાત્કાલિક અરજી પર સુનાવણી કરશે નહીં. કોર્ટે કહ્યું કે અમે એરલાઇન ચલાવી શકતા નથી. ભારત સરકારે આ મામલાની નોંધ લીધી છે અને સમયસર પગલાં લીધાં છે. હવે આ કેસમાં 10 ડિસેમ્બરે સુનાવણી થશે. ઇન્ડિગોની ફ્લાઇટ સર્વિસ સતત આઠમાં દિવસે અવરોધાઇ છે. એરલાઇન્સે સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટથી 250 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી.

એરલાઇન્સ બિઝનેસ શેર બજાર