Forbers 100 richest women : ઇન્દ્રા નૂયી, જયશ્રી ઉલ્લાલ સહિત ભારતીય મૂળની 4 મહિલા વિશ્વની 100 સૌથી ધનિક મહિલાઓમાં સામેલ

Forbers 100 richest self made women : ફોર્બ્સ દ્વારા વિશ્વની સેલ્ફ-મેડ રિચેસ્ટ વુમન્સની યાદી જાહેર કરી છે જેમા ઈન્દ્રા નૂયી અને જયશ્રી ઉલ્લાલ સહિત ભારતીય મૂળની ચાર મહિલાઓએ સ્થાન મેળવ્યું છે.

Written by Ajay Saroya
July 10, 2023 17:09 IST
Forbers 100 richest women : ઇન્દ્રા નૂયી, જયશ્રી ઉલ્લાલ સહિત ભારતીય મૂળની 4 મહિલા વિશ્વની 100 સૌથી ધનિક મહિલાઓમાં સામેલ
ઇન્દ્રા નૂયી, જયશ્રી ઉલ્લાલ, નેહા નારખેડે, નીરજા શેઠી

Forbers 100 richest self made women list: ભારતીય મૂળની ચાર મહિલાઓએ દુનિયાભરમાં ડંકો વાગ્યો છે. ઇન્દ્રા નૂયી અને જયશ્રી ઉલ્લાલ સહિત ભારતીય મૂળની 4 મહિલાઓ ફોર્સ્ટની 100 સેલ્ફ-મેડ રિચેસ્ટ વુમન્સની યાદીમાં સ્થાન હાંસલ કરવામાં સફળ રહીને દુનિયાભરમાં ભારતનો ડંકો વાગાડ્યો છે. આ ચારેય મહિલાઓની સંયુક્ત નેટવર્થ 4.06 અબજ ડોલર છે.

દુનિયાની સેલ્ફ મેડ રિચેસ્ટ 100 વુમન્સમાં 4 ભારતીય મહિલા

જાત મહેનતે ધનાઢ્ય બનનાર ભારતીય મૂળની ચાર મહિલાઓએ ફોર્સ્ટની 100 સેલ્ફ-મેડ રિચેસ્ટ વુમન્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની આ યાદીમાં કોમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જયશ્રી ઉલ્લાલ, IT કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ ફર્મ સિન્ટેલના સહ-સ્થાપક નીરજા શેઠી, ક્લાઉડ કંપની કન્ફ્લુએન્ટના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) નેહા નારખેડે અને પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયીનો સમાવેશ થાય છે.

ફોર્બ્સે ગયા મહિને તેની નવમી વાર્ષિક યાદી બહાર પાડતી વખતે જણાવ્યું હતું કે, “શેરબજારમાં ઉછાળાથી તેમની સંપત્તિમાં આંશિક રીતે વૃદ્ધિ થઇ છે અને વાર્ષિક પૂર્વેની તુલનાએ 12 ટકા વધીને સંયુક્ત રીતે 124 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે.

જયશ્રી ઉલ્લાલ – 2.4 અબજ ડોલરની સંપત્તિ

જયશ્રી ઉલ્લાલ 2.4 અબજ ડોલનરી સંપત્તિ સાથે વિશ્વની 100 ધનિક મહિલાઓની યાદીમાં 15માં ક્રમે છે. તેઓ વર્ષ 2008થી કોમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને આ કંપનીમાં 2.4 ટકા હિસ્સેદારી ધરાવે છે. કંપનીએ વર્ષ 2022માં 4.4 અબજ ડોલરની વિક્રમી કમાણી કરી હતી. તેઓ સપ્ટેમ્બર 2020માં લિસ્ટેડ થયેલલી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની સ્નોફ્લેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. 62 વર્ષીય જયશ્રી ઉલ્લાલે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

નીરજા શેઠી – 99 કરોડ ડોલરની સંપત્તિ

આ યાદીમાં 25મો ક્રમ મેળવનાર 68 વર્ષીય નીરજા શેઠી કુલ સંપત્તિ 99 કરોડ ડોલર છે. સેઠી અને તેમના પતિ ભરત દેસાઈ દ્વારા વર્ષ 1980માં સહ-સ્થાપિત સિન્ટેલને ઓક્ટોબર 2018માં ફ્રેન્ચ IT ફર્મ Atos SE દ્વારા 3.4 અબજ ડોલરમાં ખરીદી લેવામાં આવી હતી. નીરજા સેઠીને તેમનો હિસ્સો વેચવા માટે અંદાજે 51 કરોડ ડોલર મળ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સ/સાયન્સ અને એમબીએ તેમજ ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યુ છે.

નેહા નારખેડે – 52 અબજ ડોલરની નેટવર્થ

તો 38 વર્ષીય નેહા નારખેડે 52 કરોડ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં 50માં ક્રમે છે. તેમણે LinkedInમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરિયર શરૂ કરી અને નેટવર્કિંગ સાઇટના ડેટાના ઇનફ્લોને કન્ટ્રોલ કરવા હેતુ ઓપન-સોર્સ મેસેજિંગ સિસ્ટમ Apache Kafka ડેવલપ કરવામાં મદદ કરી હતી. વર્ષ 2014માં તેમણે અને તેમના બે સાથીદારોએ LinkedInમાંથી રાજીમામું આપીને Confluentની સ્થાપના કરી, જે કંપનીઓને Apache Kafka પર મોટા પ્રમાણમાં ડેટાનું પ્રોસેસિંગ કરવામાં મદદ કરે છે.

ઇન્દ્રા નૂયી – 35 કરોડ ડોલરની નેટવર્થ

પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ ઇન્દ્રા નૂયી 35 કરોડ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 77 ક્રમે છે. તેઓ 24 વર્ષ સુધી કામગીરી કર્યા બાદ આ કંપનીમાં નિવૃત થયા હતા.

દુનિયાના સૌથી ધનિક મહિલા – ડેન હેન્ડ્રીક્સ

દુનિયાના સૌથી ધનિક મહિલાનું નામ છે ડેન હેન્ડ્રીક્સ. સૌથી રસપ્રદ વાત એ છે કે, ડેન હેન્ડ્રીક્સ સતત છઠ્ઠા વર્ષે વિશ્વના સૌથી ધનિક મહિલા બન્યા છે. તેઓ ABC સપ્લાયના સહ-સ્થાપક છે અને તેમની કુલ સંપત્તિ 15 અબજ ડોલર છે.

મહિલાઓની નેટવર્થની માહિતી મેળવવા હેતુ ફોર્બ્સે 12 મે, 2023થી શેરના ભાવ ઉપયોગ કરીને લિસ્ટેડ કંપનીઓમાં તેમનું શેરહોલ્ડિંગ સહિત વ્યક્તિગત સંપત્તિનું મૂલ્યાંકન કર્યું અને અન્ય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને અને જાહેર કંપનીઓ સાથે રૂઢિચુસ્ત રીતે સરખામણી કરીને ખાનગી કંપનીઓનું મૂલ્યાંકન કર્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ