/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/infinix-gt-20-pro.jpg)
Infinix GT 20 Pro : ઇન્ફિનિક્સે આખરે પોતાનો નવો ગેમિંગ સ્માર્ટફોન જીટી 20 પ્રો લોન્ચ કર્યો
Infinix GT 20 Pro Launched : ઇન્ફિનિક્સે આખરે પોતાનો નવો ગેમિંગ સ્માર્ટફોન જીટી 20 પ્રો લોન્ચ કર્યો છે. Infinix GT 20 Pro સ્માર્ટફોન Transsion Group ની સબ્સિડિયરી કંપનીનો નવો હેન્ડસેટ છે. આ ફોનને cyber mecha design, મીડિયાટેક ડિમેન્સિટી 8200 અલ્ટિમેટ ચિપસેટ, 108 મેગાપિક્સલ રિયર કેમેરા જેવા ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Infinix GT 20 Pro ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
ઇન્ફિનિક્સ જીટી 20 પ્રો કિંમત (Infinix GT 20 Pro price)
ઇન્ફિનિક્સ જીટી 20 પ્રોના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને બેંક ઓફર્સ સાથે 22,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં બેંક ઓફર સાથે લઈ શકાય છે. હેન્ડસેટને બ્લૂ, ઓરેન્જ અને સિલ્વર કલરમાં લઇ શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ 28 મે થી શરૂ થશે.
ઇન્ફિનિક્સ જીટી 20 પ્રો ફિચર્સ (Infinix GT 20 Pro Specifications)
Infinix GT 20 Pro સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત એક્સઓએસ 14 સાથે આવે છે. તેમાં 6.78 ઇંચની ફુલએચડી + (1080×2436 પિક્સલ) એલટીપીએસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 60 હર્ટ્ઝ, 120 હર્ટ્ઝ, 144 હર્ટ્ઝ જેવા વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં 360હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ છે અને તે 1300 નીટ સુધીની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. Infinix ફોનમાં 3 વર્ષ માટે બે મોટા એન્ડ્રોઇડ અપગ્રેડ અને સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
Infinix GT 20 Pro સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનું સેમસંગ એચએમ6 સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં આરજીબી મિની એલઇડી અને પાછળના ભાગમાં સી-શેપની રિંગ છે. એલઇડી ઇન્ટરફેસ 8 કલર કોમ્બિનેશન અને 4 લાઇટિંગ ઇફેક્ટ્સ ઓફર કરે છે.
આ પણ વાંચો - સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 પર 34000 રૂપિયાની છૂટ, લિમિટેડ ટાઈમ માટે છે આ બમ્પર ઓફર
ઇન્ફિનિક્સના આ હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 8200 અલ્ટિમેટ પ્રોસેસર, 8 અને 12 જીબી રેમ ઓપ્શન છે. આ ફોનમાં 256 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસમાં પિક્સેલવર્ક્સ એક્સ 5 ટર્બો ગેમિંગ ચિપ પણ છે. હેન્ડસેટમાં એક્સ બૂસ્ટ ગેમિંગ મોડ છે જે મોટાભાગની રમતોમાં 90 એફપીએસ પહોંચાડવાની અપેક્ષા છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં એનએફસી, એફએમ રેડિયો, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ, ઓટીજી, બ્લૂટૂથ અને વાઇ-ફાઇ 802.11 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લાઇટ સેન્સર્સ, ઇ-કંપાસ, જી-સેન્સર, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર ઇન્ફિનિક્સ જીટી 20 પ્રો માં ઉપલબ્ધ છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં જેબીએલ સંચાલિત ડ્યુઅલ સ્પીકર્સ મળે છે.
Infinix GT 20 Pro ને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસનું ડાઇમેંશન 164.26x 75.43x 8.15 એમએમ છે અને તેનું વજન 194 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us