Infinix GT 30 5G+ Launch: વાજબી કિંમતે ધાસું ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, 5500mAh બેટરી અને AI ફીચર્સ

Infinix GT 30 5G+ ભારતમાં લોન્ચ થયો : ઇન્ફિનિક્સ જીટી 30 5જી પ્લસ સ્માર્ટફોન 256 જીબી સ્ટોરેજ અને 64 મેગાપિક્સલના પ્રાઇમરી રિયર કેમેરા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
August 08, 2025 14:16 IST
Infinix GT 30 5G+ Launch: વાજબી કિંમતે ધાસું ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, 5500mAh બેટરી અને AI ફીચર્સ
Infinix GT 30 5G+ India Launch : ઇન્ફિનિક્સ જીટી 30 5જી પ્લસ ભારતમાં લોન્ચ થયો છે. (Photo: @InfinixIndia)

Infinix GT 30 5G+ Price in India: ઇન્ફિનિક્સે જીટી સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ જીટી 30 5જી+ કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેમાં 5500mAh બેટરી, મીડિયાટેક ડિમેન્સિટી 7400 પ્રોસેસર, 64 મેગાપિક્સલનું Sony IMX682 પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. નવા ઇન્ફિનિક્સ હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સની દરેક વિગત

Infinix GT 30 5G+ Price in India : ભારતમાં ઇન્ફિનિક્સ જીટી 30 5G+ કિંમત

ઇન્ફિનિક્સ જીટી 30 5જી+ સ્માર્ટફોનની કિંમત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 19,499 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે. ડિવાઇસનું વેચાણ ફ્લિપકાર્ટ પર 14 ઓગસ્ટથી શરૂ થશે. હેન્ડસેટને બ્લેડ વ્હાઇટ, સાયબર ગ્રીન અને પલ્સ બ્લુ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Infinix GT 30 5G+ Specifications : ઇન્ફિનિક્સ જીટી 30 5G+ સ્પેસિફિકેશન

ઇનફિનિક્સ જીટી 30 5જી+ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે. સ્ક્રીન 4500 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે એચડીઆર સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

ઇન્ફિનિક્સ જીટી 30 5જી+ મીડિયાટેક ડિમેન્સિટી 7400 એસઓસી દ્વારા સંચાલિત છે, જેની સાથે 8 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 XOS 15 સાથે આવે છે. ફોનમાં બે મોટા ઓએસ અપગ્રેડ અને 3 વર્ષના સિક્યોરિટી અપડેટ મળવાની આશા છે. આ સ્માર્ટફોનમાં Folax AI Voice Assistant, AI Note, AI Gallery, AI Writing Assistant જેવા Infinix AI ફીચર્સ આવે છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં Google નું Circle to Search ફીચર્સ પણ આવે છે.

ગેમિંગ-ફોકસ્ડ ઇન્ફિનિક્સ જીટી 30 5જી+ GT Should Triggers સાથે આવે છે. આ બટન સ્માર્ટફોનની જમણી બાજુ આપવામાં આવ્યા છે. ગેમિંગ ઉપરાંત, આ બટનોનો ઉપયોગ કેમેરા શટર, વીડિયો પ્લેબેક વિકલ્પોને મેનેજ કરવા માટે થઈ શકે છે.

કંપનીનો દાવો છે કે હેન્ડસેટ 90fps BGMI ગેમપ્લે માટે સપોર્ટ આપે છે. હેન્ડસેટમાં 6 લેયર 3D વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. ઇનફિનિક્સ જીટી 30 5જી+ માં ફોટા અને વીડિયો માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 મેગાપિક્સલનું Sony IMX682 પ્રાઇમરી અને 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ઉપકરણમાં પાછળના ભાગમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવા Mecha Light LED યુનિટ છે જે 10 થી વધુ લાઇટિંગ પેટર્ન સાથે આવે છે.

ઇન્ફિનિક્સના આ ફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં બાયપાસ ચાર્જિંગ અને 10w ડબ્લ્યુ રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં ઇન્ફિનિક્સની અલ્ટ્રાલિંક ટેક્નોલોજી પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ