/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Infinix-GT-30-Pro-5G-Launch.jpg)
Infinix GT 30 Pro 5G Launch: ઇનફિનિક્સ જીટી 30 પ્રો 5જી સ્માર્ટફોન 12જીબી રેમ સાથે 256જીબી અને 512જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. (Photo: @Infinix_Mobile)
Infinix GT 30 Pro 5G Launch: ઇનફિનિક્સ કંપનીએ પોતાની જીટી સીરીઝનો નવો સ્માર્ટફોન સિલેક્ટેડ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જી કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 512જીબી સુધીનું સ્ટોરેજ, 108 એમપીનો રિયર કેમેરા અને આઇપી-64 ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. નવા ઇનફિનિક્સ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે. લેટેસ્ટ ઇનફિનિક્સ ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જાણીયે
Infinix GT 30 Pro 5G Price : ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5G કિંમત
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જીની કિંમત 12જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 1299 MYR (મલેશિયાનું ચલણ રિંગિટ) અને 12જીબી રેમ અને 512જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 MYR છે. આ ફોન બ્લેડ વ્હાઇટ, ડાર્ક ફ્લ્યુર અને શેડો એશ કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ઓનલાઇન રિટેલ ઇ-સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
હેન્ડસેટને ગેમિંગ માસ્ટર એડિશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કંપનીએ ભારતમાં ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જી સ્માર્ટફોન લોન્ચ કરવા અંગે પણ જાણકારી આપી છે, પરંતુ લોન્ચની તારીખ હજુ સુધી સામે આવી નથી.
Infinix GT 30 Pro 5G Specifications : ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5G સ્પેસિફિકેશન્સ
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 144 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં 2160 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને પીક બ્રાઇટનેસ લેવલ 1100 નિટ્સ સુધી છે. ડિસ્પ્લે ફ્લિકર-ફ્રી સર્ટિફિકેશન અને ગોરિલ્લા Gorilla Glass 7i સાથે આવે છે.
🎁 What’s in the box?
A whole lot of power. From pro-grade performance to signature GT design — the GT 30 Pro is ready to #CARRRRRRY from the moment you unbox it. #InfinixGT30Pro#OutplayTheRest#InfinixGTVERSE#OfficialGamingPhonepic.twitter.com/Flq78Q2Cfw— Infinix Mobile (@Infinix_Mobile) May 22, 2025
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જીમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 8350 અલ્ટિમેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 12GB સુધીનું વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ XOS 15 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો 5જી સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W વાયર્ડ અને 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 10W વાયર્ડ અને 5W વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | iQOO Neo 10 Pro+ સ્માર્ટફોન 6800mAh બેટરી, 50MP કેમેરા અને 1TB સ્ટોરેજ સાથે લોન્ચ
કનેક્ટિવિટી માટે ઇન્ફિનિક્સના આ સ્માર્ટફોનમાં 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન IP64 રેટિંગ એટલે કે ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ સાથે આવે છે. હેન્ડસેટમાં આઇઆર સેન્સર આપવામાં આવ્યું છે. ફોનની જાડાઈ 7.9 મીમી છે અને તેનું વજન 190 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us