Infinix Hot 60i સ્માર્ટફોન વાજબી કિંમતે લોન્ચ, 5160mAh બેટરી અને 256 GB સ્ટોરેજ, જાણો ફીચર્સ

Infinix Hot 60i Launch Price : ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોનમાં 5160mAh બેટરી, 50 MP પ્રાઇમરી રિયર કેમેરો અને 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યા છે.

Infinix Hot 60i Launch Price : ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોનમાં 5160mAh બેટરી, 50 MP પ્રાઇમરી રિયર કેમેરો અને 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Infinix Hot 60i launch | Infinix Hot 60i price | Infinix mobile

Infinix Hot 60i Launch : ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોન 12nm ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો G81 Ultimate ચિપસેટ દ્વારા સંચાલિત થાય છે. (Photo: Social Media)

Infinix Hot 60i Launch : ઇન્ફિનિક્સે પોતાનો હોટ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ લેટેસ્ટ ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સીરિઝ સ્માર્ટફોન બાંગ્લાદેશમાં રજૂ કરવામાં આવ્યો છે. ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોનની ડિઝાઇનમાં અગાઉના ઇન્ફિનિક્સ હોટ 50iની ઝલક જોવા મળે છે. નવા સ્માર્ટફોનમાં 5160mAh બેટરી, 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો અને 256GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. લેટેસ્ટ ઇન્ફિનિક્સ હેન્ડસેટ વિશે વિગતવાર જાણો

Advertisment

Infinix Hot 60i Price : ઇન્ફિનિક્સ હોટ 60 આઈ કિંમત

ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિઅન્ટની કિંમત 13,999 BDT (લગભગ 9,800 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 16,499 બીડીટી (લગભગ 11,500 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કંપનીએ આ ફોનને આકર્ષક બ્લેક અને ટાઇટેનિયમ ગ્રે કલરમાં લોન્ચ કર્યો છે. ભારત સહિત અન્ય બજારોમાં ઇન્ફિનિક્સ હોટ 60 આઈ લોન્ચ કરવા અંગે કોઇ માહિતી નથી.

Infinix Hot 60i Specifications : ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્પેશિફિકેશન

લેટેસ્ટ ઇનફિનિક્સ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 XOS 15.1 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં સ્માર્ટફોનમાં 6.78 ઇંચની FullHD+ (1,080×2,460 પિક્સલ) IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 396PP છે. સ્ક્રીન 800 નીટ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે.

Advertisment

ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોન 12nm ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો G81 Ultimate ચિપસેટ દ્વારા સંચાલિત છે. ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર છે, જેમાં એપર્ચર એફ/ 1.8 અને 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

હેન્ડસેટને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઇન્ફિનિક્સ હોટ 60i સ્માર્ટફોનમાં 4G LTE, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5, NFC અને GPS/A-GPS કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં એક્સેલેરોમીટર, હોકાયંત્ર અને ગાયરોસ્કોપ છે. ઇન્ફિનિક્સ હોટ 60 આઈ સ્માર્ટફોનનું ડાયમેન્શન 167.9×75.6×7.7 mm છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ