Infinix Note 40 5G Launched: ઈન્ફિનિક્સ નોટ 40 સીરિઝનો નવો ઇનફિનિક્સ નોટ 40 5જી સ્માર્ટરોન ફિલિપાઇન્સમાં લોન્ચ કર્યો છે. ઈન્ફિનિક્સ નોટ 40 5જી કંપનીની નોટ 40 સીરીઝનો પાંચમો સ્માર્ટફોન છે. ઇન્ફિનિક્સ નોટ 40 5જી હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7020 ચિપસેટ, 108MP કેમેરા અને 12GB સુધીની રેમ આપવામાં આવી છે. ચાલો ઈન્ફિનિક્સ નોટ 40 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
ઈન્ફિનિક્સ નોટ 40 5જી કિંમત (Infinix Note 40 5G Price)
ઈન્ફિનિક્સ નોટ 40 5જી સ્માર્ટફોનને 13999 પીએચપી (લગભગ 20100 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. અલબત્ત 23 થી 25 મે, 2024 દરમિયાન આ સ્માર્ટફોનને 9999 પીએચપી (લગભગ 14400 રૂપિયા) માં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ મોબાઇલ ફોન બ્લેક, ગોલ્ડ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
ઈન્ફિનિક્સ હજી સુધી ભારતમાં નોટ 40 5જી સ્માર્ટફોન લોન્ચ કરવા વિશે જાણકારી આપી નથી. આ ડિવાઇસને ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે કારણ કે તે પહેલાથી જ બીઆઈએસ સર્ટિફિકેશન પર લિસ્ટેડ થઈ ચૂક્યું છે.
ઈન્ફિનિક્સ નોટ 40 5જી ફીચર્સ (Infinix Note 40 5G Features)
ઈન્ફિનિક્સ નોટ 40 5જી સ્માર્ટફોનમાં 6.78 ઇંચની એમોલેડ ફુલએચડી + (2436×1080 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. સ્ક્રીન 120હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે, પીક બ્રાઇટનેસ 1300 નાઇટ્સ છે. ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 7020 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે બીએક્સએમ-8-256 જીપીયુ આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 12 જીબી સુધી એક્સટેન્ડેડ રેમનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
ઈન્ફિનિક્સ નોટ 40 5જી એન્ડ્રોઇડ 14 બેઝ્ડ XOS 14 સાથે આવે છે. આ સ્માર્ટફોન માં એપર્ચર એફ / 1.75 અને ઓઆઇએસ સાથે 108 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર, એપર્ચર એફ / 2.4 સાથે 2-મેગાપિક્સલનું મેક્રો સેન્સર અને 2-મેગાપિક્સલનું ટ્રિપલ રિયર સેન્સર છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/2.2 અને ડ્યુઅલ-એલઇડી ફ્લેશ સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરીમાં 33W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.





