Infinix Note 50x 5G Launch : ઇન્ફિનિક્સે ભારતમાં પોતાની નોટ સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા ઇન્ફિનિક્સ નોટ 50એક્સ 5જી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટિમેટ ચિપસેટ, એન્ડ્રોઇડ 15, 5500mAhની મોટી બેટરી અને 50MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. નવા ઇનફિનિક્સ સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગતો …
Infinix Note 50x 5G Price : ઇન્ફિનિક્સ નોટ 50એક્સ 5જી કિંમત
ઇનફિનિક્સ નોટ 50એક્સ 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11499 રૂપિયા છે. ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12999 રૂપિયા છે. આ ડિવાઇસ પર્પલ, ગ્રીન અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. સી બ્રિઝ ગ્રીન શેડને વીગન લેધર ફિનિશ સાથે ઉપલબ્ધ કરાયો છે જ્યારે અન્ય બે રંગ વિકલ્પો મેટાલિક ફિનિશ સાથે આવે છે.
આ નવા ફોન ખરીદવા પર ગ્રાહક 1000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે. ઇનફિનિક્સ નોટ 50એક્સ 5જી સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટને 10499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટનું વેચાણ ફ્લિપકાર્ટ પર 3 એપ્રિલથી શરૂ થશે.
ઇInfinix Note 40x 5G સ્માર્ટફોનને ગયા વર્ષે ઓગસ્ટમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 14999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Infinix Note 50x 5G Specifications : ઇન્ફિનિક્સ નોંધ 50X 5G સ્પેસિફિકેશન
નવા ઇનફિનિક્સ ફોનમાં 6.67 ઇંચની એચડી + ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર 4nm મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટિમેટ ચિપસેટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે નવી મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટિમેટ ચિપસેટ સાથે આવનારો આ પહેલો ફોન છે. MemFusion Technology સાથે, ડિવાઇસને 6 જીબી રેમ વેરિઅન્ટમાં 12 જીબી સુધી અને 8 જીબી રેમ વેરિઅન્ટમાં 16 જીબી સુધી વધારી શકાય છે.
ઇનફિનિક્સ નોટ 50X 5G સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ XOS 15 સાથે આવે છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 10W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
ઇનફિનિક્સ નોટ 50એક્સ 5જી સ્માર્ટફોનમાં રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં પાછળની તરફ એક્ટિવ હેલો લાઇટિંગ છે જે નોટિફિકેશન, કોલ અને ચાર્જિંગ દરમિયાન ચાલુ થાય છે. હેન્ડસેટમાં વન-ટેપ ઇનફિનિક્સ એઆઇ ફંક્શનાલિટી મળે છે. ફોનમાં એઆઈ આધારિત ફીચર્સ જેવા કે ઓન-સ્ક્રીન અવેરનેસ, એઆઈ નોટ, સર્કલ ટુ સર્ચ, રાઇટિંગ આસિસ્ટન્ટ અને ઇન્ફિનિક્સના એઆઇ આસિસ્ટન્ટ, ફોલેક્સ આપવામાં આવ્યા છે.
ઇનફિનિક્સ નોટ 50એક્સ 5જી સ્માર્ટફોનમાં IP64 રેટિંગ મળે છે એટલે કે તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. આ ડિવાઇસમાં ડીટીએસ સંચાલિત ડ્યુઅલ સ્પીકર્સ અને મિલિટરી-ગ્રેડ (એમઆઇએલ-એસટીડી-810એચ) ડ્યુરબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.





