scorecardresearch

ફુગાવો 6% ની નીચે, પરંતુ શા માટે RBI હજી પણ હૉકીશ સ્ટેન્ડને સંતુલિત કરી શકતું નથી

Reserve Bank Of india: રિટેલ ફુગાવો 6 ટકા થવાનો અર્થ એ છે કે ગયા નવેમ્બર (2021)ની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં છૂટક ભાવસ્તરમાં 5.88 ટકાનો વધારો થયો છે.

ફુગાવો 6% ની નીચે, પરંતુ શા માટે RBI હજી પણ હૉકીશ સ્ટેન્ડને સંતુલિત કરી શકતું નથી
નવેમ્બરમાં ફુગાવો ઘટ્યો

વર્ષના નવેમ્બરમાં ફુગાવો (Inflation) 6 ટકા નીચે સરક્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જે RBIના (Reserve Bank Of India) વિસ્તૃત કમ્ફર્ટ ઝોનની સીમા પાર છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમપ્લીમેન્ટેશન મંત્રાલયના હેઠળના નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા સોમવારે (12 ડિસેમ્બર) ડેટા જાહેર કર્યા હતા. જે અનુસાર, નવેમ્બરમાં રિટેલ ફુગાવો 5.88% રહ્યો હતો. જો છેલ્લા બે મહિનાના ફુગાવાના દર અંગે વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ફુગાવો 7.41 ટકા અને ઓક્ટોબરમાં 6.77 ટકા હતો. ઓક્ટોબરની તુલનાએ નવેમ્બરમાં રિટેલ ફુગાવો 6 ટકાથી નીચે આવી ગયો છે.

રિટેલ ફુગાવો 6 ટકા થવાનો અર્થ એ છે કે ગયા નવેમ્બરની (2021) સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં છૂટક ભાવસ્તરમાં 5.88 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, રિટેલ ફુગાવો કન્ઝયુમર ઇન્ડેક્સનો (CPI) ઉપયોગ કરીને આંકવામાં આવે છે. તેથી તે ઘણીવાર CPI આધારિત ફુગાવો તરીકે ઓળખાય છે.

જથ્થાબંધ ફુગાવા સામે છૂટક ઉપભોક્તાનો સામનો કરવો પડે છે તે ભાવ સ્તરને આવશ્યકપણે તે મેપ કરે છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંકનો (WPI) ઉપયોગ કરીને માપવામાં આવે છે. નવેમ્બર 2022 કેલેન્ડર વર્ષના પ્રાંરભમાં પ્રથમ મહિનો એવો છે જેમાં રિટેલ ફુગાવો 6 ટકાથી નીચે આવી ગયો છે. આ આંકડો મહત્વપૂર્ણ છે. કારણ કે આ ટકા RBIના કમ્ફર્ટ ઝોનનું ઉચ્ચતમ સ્તર દર્શાવે છે. કાયદા સંદર્ભે, ભારતીય રિઝર્વ બેન્ક, ભારતની કેન્દ્રીય બેન્ક તથા ફુગાવાને 4 ટકાના સ્તરે જાળવી રાખવું અત્યંત આવશ્યક છે.

મહત્વનું છે કે, 2022 સુધી ફુગાવો 6 ટકા ઉપર રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ RBIએ સરકાર અને સંસદ સમક્ષ સ્પ્ષ્ટીકરણ કરવું પડ્યું હતું કે, તેઓ ફુગાવાના વધતા દરને રોકવામાં નિષ્ફળ કેમ રહ્યા?

ફુગાવાના દરમાં ઘટાડો શું યોગદાન આપ્યું?

આંકડાકીય માહિતી પ્રમાણે નવેમ્બરમાં ખાધ ફુગાવાના દરમાં ભારે ગિરાવટ જોવા મળી છે. જેમ કે સપ્ટેમ્બર માસમાં ઉપભોક્તા ખાધ ફુગાવાનો દર 8.6 ટકાથી વધ્યો હતો. ત્યારથી આ દર ઓક્ટોબરમાં ઘટીને 7 ટકા અને નવેમ્બરમાં માત્ર 4.67 ટકા નોંઘાયો છે.

ભારતમાં ફુગાવાનું ભૌગોલિક વિસ્તરણ શું હતુ?

પ્રદેશ વિતરણના આંકડા પર નજર કરીએ તો તેલંગણા 7.89 ટકા, આંઘ્ર પ્રદેશ 6.9 ટકા હરિયાણા 6.81 ટકા, આ તમામ રાજ્યોના નામ ઉચ્ચતમ ફુગાવા દરમાં સામેલ હતા. જ્યારે દિલ્હી 2.17 ટકા, હિમાચલ પ્રદેશ 3.22 ટકા, છત્તીસગઢ 3.5 ટકા ન્યૂનતમ ફુગાવાનો દર હતો. આ સાથે રાષ્ટ્રીય સરેરાશ 5.88% હતી.

શું RBI તેજીથી વઘતા વ્યાજ દરને રોકી શકે છે?

એપ્રિલ માસમાં રિટેલ ફુગાવો આઠ વર્ષના ઉચ્ચતમ સ્તર 7.8 ટકાની સપાટી પર પહોંચી ગયો હતો. જે હજુ પણ યથાવત છે. તાજેતરના કોટક ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુવોદીપ રક્ષિતના સંશોધનના મતે, માર્ચમાં 5 ટકાથી નીચે, 1QFY24માં લગભગ 4.5 ટકા નીચે તેજી સાથે ફુગાવો દરમાં ઘટાડો આવે તે પહેલા ફેબ્રુઆરી 2023 સુધી CPI ફુગાવો 6 ટકા આસપાસ જ રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ.

શું RBI વ્યાજ દરમાં વઘારો કરવાનું બંધ કરશે?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રફતારથી વધતા ફુગાવા દર પર બ્રેક લાદવા માટે મેં મહિનાથી વ્યાજ દરોમાં 225 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અમુક અંશે ઊંચા વ્યાજ દરોની આર્થિક લેવડ-દેવડ અને એકંદર માંગમાં પર અસર કરી છે.

સામાન્ય સંજોગોમાં 5.88% હેડલાઇન ફુગાવો આરબીઆઈને જીતનો દાવો કરવાનો અવસર આપ્યો હતો. પરંતું 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલી સમાપ્ત મુદ્રા નીતિ દરમિયાન RBI ઉચ્ચ કોર ફુગાવાને લઇ ચિંતિંત નજર આવી હતી.

Web Title: Inflation reserve bank of india rbi moderate hawkish stance economy news

Best of Express