ઇન્ફોસિસે 32403 કરોડ રૂપિયાની GST ચોરી કરી? નોટિસના સમાચાર આવતા જ શેર ધડામ, IT કંપનીએ શું આપ્યો જવાબ?

Infosys GST Notice : ઇન્ફોસિસ ને બેંગલુરુને જીએસટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી, આઈટી કંપનીને ભારતની બહારની શાખાઓમાંથી મળેલા સપ્લાયના આધારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ નોટિસ આપવામાં આવી

Infosys GST Notice : ઇન્ફોસિસ ને બેંગલુરુને જીએસટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી, આઈટી કંપનીને ભારતની બહારની શાખાઓમાંથી મળેલા સપ્લાયના આધારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ નોટિસ આપવામાં આવી

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Infosys GST Notice

ઇન્ફોસિસ GST નોટિસ

Infosys GST Notice | ઇન્ફોસિસ GST નોટિસ : આજે (1 ઓગસ્ટ) ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસના શેરમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો હતો. શેરમાં ઘટાડાનું કારણ કંપનીને મળેલી GST નોટિસના સમાચાર હતા. આઈટી કંપની પર 32403 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો આરોપ છે. પરંતુ ઈન્ફોસિસે આવા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. આજે સવારે 12 વાગ્યે એનએસઈ પર ઈન્ફોસિસનો શેર રૂ. 1857.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અને તેમાં લગભગ 0.60 ટકાનો ઘટાડો થયો છે.

Advertisment

ઇન્ફોસિસને GST નોટિસ કેમ મળી?

તમને જણાવી દઈએ કે, મનીકંટ્રોલના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે કહ્યું છે કે, 'મેસર્સ ઈન્ફોસિસ લિમિટેડ, બેંગલુરુને ભારતની બહારની શાખાઓમાંથી મળેલા સપ્લાયના આધારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ટેક્સ નોટિસ આપવામાં આવી હતી. દંડની આ રકમ કંપનીના લગભગ એક વર્ષના નફા જેટલી છે.

ઇન્ફોસિસે શું કહ્યું?

ઇન્ફોસિસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, DGGI દ્વારા દાવો કરાયેલા ખર્ચ પર GST લાગુ પડતો નથી.

GST નોટિસ પર સ્પષ્ટતા આપતા કંપનીએ કહ્યું કે, વિદેશી શાખાઓની સેવા GST ને આધીન નથી. કંપનીએ કહ્યું કે, તેમણે નિયમો અનુસાર તમામ GST ટેક્સની ચૂકવણી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ મુદ્દે GST ઈન્ટેલિજન્સ તરફથી કંપનીને પૂર્વ કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, ઈન્ફોસિસને મળેલી GST નોટિસની રકમ કંપનીના આખા વર્ષના ચોખ્ખા નફા કરતા વધુ છે. આ આવકના આશરે એક તૃતીયાંશ જેટલી છે. 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં, ઇન્ફોસિસે પાછલા વર્ષની સરખામણીમાં 7.1 ટકા વધુ ચોખ્ખો નફો (આશરે રૂ. 6,368 કરોડ) નોંધાવ્યો હતો, જ્યારે આવક 3.6 ટકા વધીને રૂ. 39,315 કરોડ થઈ હતી.

સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં આવક વૃદ્ધિમાં લગભગ 3-4 ટકાનો વધારો કર્યો છે, જે અપેક્ષા કરતા ઘણો વધારે છે. જાન્યુઆરી 2024 થી ઇન્ફોસિસના શેરના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ દેશ