Instagram Picture In Picture Mode : ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં નવું ફીચર આવી શકે છે. જી હાં, આ નવા ફીચરનું ટેસ્ટિંગ મેટાના પ્રોપરાઇટરી પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવી રહ્યું છે, જેનાથી યૂઝર્સને નાની ફ્લોટિંગ વિન્ડોમાં રીલ્સ જોવા મળશે. જ્યારે ઇન્સ્ટા એપ બંધ થશે ત્યારે પિક્ચર-ઇન-પિક્ચર મોડ યુટ્યુબની જેમ ઇન-પિક્ચર મોડ ઇનેબલ થઇ જશે. એટલે કે યૂઝર્સ પોતાના ડિવાઇસ પર શોર્ટ વીડિયો જોતી વખતે મલ્ટીટાસ્કિંગ પણ કરી શકશે.
આ ફીચર્સ સૌ પ્રથમ Threads પર એપ્લિકેશન સંશોધનકાર Radu Oncescu દ્વારા જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા એ ટેકક્રંચ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે આ મર્યાદિત ટેસ્ટિંગ ભાગ રહેલા ઇન્સ્ટાગ્રામ યુઝર્સને પસંદ કરવા માટે હાલમાં નવું ફીચર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો તમારા એકાઉન્ટમાં નવું રીલ્સ પીઆઇપી મોડ ઉપલબ્ધ છે, તો તમને Try picture in picture નામનું એક પોપ-અપ દેખાશે. ઇન્સ્ટાગ્રામ એપ બંધ કરવાને બદલે, તમારા ડિવાઇસ પર ફ્લોટિંગ વિન્ડોમાં રીલ્સ જોવા માટે આ ફીચરને ચાલુ કરો.
આ ફીચર આવ્યા બાદ એપનો સમય વધારવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ રીલ્સ પિક્ચર-ઇન-પિક્ચર મોડથી વીડિયો ટાઇમમાં પણ વધારો થઇ શકે છે. નવા ફીચરથી તે ક્રિએટર્સને પણ મદદ મળી શકે છે જે લોંગ રીલ્સ પોસ્ટ કરે છે અને હવે યૂઝર્સ મેસેજ કરતી વખતે, કેબ સર્ચ કરતી વખતે કે બેકગ્રાઉન્ડમાં અન્ય એપ્સનો ઉપયોગ કરતી વખતે આ રીલ્સ જોઈ શકશે.
જો તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે પિક્ચર-ઇન-પિક્ચર મોડનેબંધ કરવા માંગતા હોવ, તો ફક્ત રીલ્સ જોતી વખતે દેખાતા ત્રણ વિન્ડો મેનુ પર ટેપ કરો અને “પિક્ચર ઇન પિક્ચર” તરીકે ઓળખાતી ટોગલને બંધ કરો. જેવું કે અમે જણાવ્યું, ઇન્સ્ટાગ્રામ મર્યાદિત સંખ્યામાં લોકો સાથે નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. રીલ્સ માટે પિક્ચર-ઇન-પિક્ચર મોડ દરેકને ઉપલબ્ધ થશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.
થોડા મહિના પહેલા ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રીલ્સ માટે પિક્ચર-ઇન-પિક્ચર મોડ રજૂ કરશે, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, “ટીકટોક અને યુટ્યુબ જેવા ઇન્સ્ટાગ્રામમાં પીઆઇપી ફિચર ક્યારે લોન્ચ થશે?” યુટ્યુબ અને ટિકટોક જેવી એપ્સને છેલ્લા કેટલાક સમયથી પિક્ચર-ઇન-પિક્ચર મોડ માટે સપોર્ટ મળી રહ્યો છે.