ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી લુક પીરિયડ શું છે? તેનો સમયગાળો વધારવાથી વીમાધારકને શું ફાયદો થશે? જાણો

ઈન્શ્યોરન્સ પોલિસીનો ફ્રી લુક પીરિયડનું વિસ્તરણ કરી ઈરડા ભારતમાં વીમા ધારકોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરશે. જાણો વીમા પોલિસીનો ફ્રી લુક પીરિયડ શું છે અને તે વધવાથી કસ્ટમરને શું ફાયદો થશે.

ઈન્શ્યોરન્સ પોલિસીનો ફ્રી લુક પીરિયડનું વિસ્તરણ કરી ઈરડા ભારતમાં વીમા ધારકોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરશે. જાણો વીમા પોલિસીનો ફ્રી લુક પીરિયડ શું છે અને તે વધવાથી કસ્ટમરને શું ફાયદો થશે.

author-image
Ajay Saroya
New Update
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ હપ્તામાં ચૂકવી શકાશે, સિનિયર સિટીઝન પણ આરોગ્ય વીમો ખરીદી શકશે : ઇરડા દ્વારા નવા નિયમ જાહેર

Insurance Policy : ઇન્શ્યોરન્સ પોલિસી સુરક્ષા પુરી પાડે છે. (Photo - Freepik)

Insurance Policy Fee Look Period : ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઇરડા) એ ઈન્શ્યોરન્સ પોલિસીનો ફ્રી-લુક પrરિયડ 15 દિવસથી વધારીને 30 દિવસ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ સૂચિત નિયમનો હેતુ વીમા ગ્રાહકોના હિતોની રક્ષા કરવાનો છે. ઉપરાંત, ગ્રાહકને પોલિસીની સંપૂર્ણ સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. ઇરડાની આ દરખાસ્ત ભારતમાં વીમા ગ્રાહકોને ઉંડી અસર કરી શકે છે. વીમા પૉલિસીમાં ફ્રી-લુક પીરિયડ શું છે અને તેની મુદ્દત લંબાવવાથી વીમા ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે? ચાલો તેના વિશે જણાવો

Advertisment

ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી-લુક પીરિયડ શું છે? (What Is Insurance Fee Look Period)

ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી-લુક પીરિયડ પોલિસીધારક માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ છે. તે લોકોને વીમા પૉલિસી લીધા પછી શરતો, કવરેજ વિગતો, કપાત (exclusions) અને સંબંધિત ખર્ચ તપાસવાની મંજૂરી આપે છે . ફ્રી-લુક પીરિયડ દરમિયાન, જો વીમા ગ્રાહકને વીમા પૉલિસી પસંદ ન હોય અથવા યોગ્ય પૉલિસી ન મળે, તો વીમા ગ્રાહક પાસે કોઈપણ વધારાના શુલ્ક ચૂકવ્યા વિના પૉલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ હોય છે. ઇરડા દ્વારા તાજેતરમાં પ્રસ્તાવિત ફ્રી-લુક પીરિયડ એક્સટેન્શન વીમા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે.

car insurance | car insurance claim | car insurance claim tips | no claim bonus in car | car insurance premium | car insurance policy
Car Insurance : કાર ઇન્શ્યોરન્સ જરૂરી છે. (Photo - Freepik)

તમને પોલિસીની વિગતો સમજ્યા પછી નિર્ણય લેવાની તક મળશે

ઈન્શ્યોરન્સ પોલિસીઓ, ખાસ કરીને યુનિટ-લિંક્ડ, ઘણીવાર જટિલ વિગતો સાથે આવે છે જે તરત જ સમજી શકાતી નથી. ફ્રી-લૂક પીરિયડને 30 દિવસ સુધી લંબાવવાથી પોલિસીધારકોને આ શરતોની આંટીઘૂંડી સમજવા માટે વધુ સમય મળે છે. આ વધારાનો સમય સંપૂર્ણ મૂલ્યાંકન માટે પરવાનગી આપે છે. આવી સ્થિતિમાં, વીમા ગ્રાહકને વીમા પોલિસી કવરેજને સમજવા અને યોગ્ય નિર્ણય લેવાનો વિકલ્પ મળે છે.

Advertisment

ખોટી અને મિસ સેલિંગથી બચાવશે

વીમા પલિસી વેચવા માટે એજન્ટો ઘણીવાર ખોટી અથવા ભ્રામક માહિતી આપે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, દરેક વીમા કંપની ગ્રાહકોને 'ફ્રી લુક પીરિયડ'નો વિકલ્પ આપે છે. તાજેતરમાં, IRDAI એ ફ્રી લુક પિરિયડ 15 દિવસથી વધારીને 30 દિવસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

બજાજ કેપિટલ લિમિટેડના જોઈન્ટ ચેરમેન અને એમડી સંજીવ બજાજ કહે છે કે ઇન્શ્યોરન્સ પૉલિસીની સમીક્ષા કરવા માટેનો 30 દિવસનો સમય પૉલિસીધારકોને ખોટી કે ભ્રામક માહિતીના આધારે નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની શક્યતાઓ ઘટાડશે. ફ્રી લુક પીરિયડ લંબાવવાથી વીમા ઉદ્યોગમાં પારદર્શિતા અને નૈતિક આચરણને પ્રોત્સાહન આપશે. જો પૉલિસી જરૂરિયાત મુજબ ન હોય, તો ગ્રાહક પાસે પૉલિસી સરેન્ડર કરવાનો સમય હશે.

Insurance Policy Documents | Insurance Policy claim | Insurance Policy Documents tips | Expert tips for decoding insurance policy documents
ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે પોલિસીના ડોક્યુમેન્ટ સાવચેતીપૂર્વક વાંચી લેવા જોઇએ.

યોગ્ય ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરવામાં મદદરૂપ

ફ્રી-લુક પીરિયડ લંબાવવાથી પોલિસીધારકોને વિવિધ વીમા વિકલ્પોની તુલના કરવાનો અધિકાર આપે છે. 30 દિવસનો ફ્રી-લૂક સમયગાળો વીમા ગ્રાહકોને ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રતિબદ્ધતા પહેલાં વિવિધ પોલિસીમાં રોકાણ ના ફાયદા અને ખામીઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની મંજૂરી આપે છે. ફ્રી-લુક પીરિયડ એ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો તેમની જરૂરિયાતોને અનુરૂપ વીમા કવરેજ પસંદ કરે છે, જે તેમની પસંદ કરેલી પોલિસીથી વધુ સંતોષ હોય.

આ પણ વાંચો | પેટીએમમાં જમા થાપણનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ

IRDAI દ્વારા ઇન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી-લુક પીરિયડનો પ્રસ્તાવિત વિસ્તરણ ભારતમાં વીમા ગ્રાહકોને સશક્તિકરણ તરફ એક સકારાત્મક પગલું રજૂ કરે છે. IRDA ના આ ડ્રાફ્ટનો હેતુ વીમા ઉદ્યોગમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો, ગ્રાહકોને ખોટી પોલિસીઓથી બચાવવા અને યોગ્ય પોલિસી લેવામાં મદદ કરવાનો છે.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Investment