/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/iPhone-discount.jpg)
એમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલને દિવાળી સુધી લંબાવ્યો છે
iPhone 13 iPhone 14 iPhone 15 iPhone 16 Discount : જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને એપલ આઇફોન માટે મોટી ડીલની રાહ જોઇ રહ્યા છો, તો એક મોટી તક છે. દેશભરમાં તહેવારોની મોસમના અવસર પર ઓનલાઈન-ઓફલાઈન પ્લેટફોર્મ પર સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને અન્ય વિયરેબલ ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સેમસંગ અને વનપ્લસ ઉપરાંત એપલ આઇફોનને પણ એમેઝોન પર ડિસ્કાઉન્ટમાં લઇ શકાય છે. ઇ-રિટેલર કંપની તહેવારોની સિઝનમાં ગ્રાહકોને લોભાવવાની કોઇ તક છોડવા માંગતી નથી. આઇફોન 13, આઇફોન 14, આઇફોન 15 અને આઇફોન 16 સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયામાંથી જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર સાથે લઇ શકાય છે.
આઇફોન 13, આઇફોન 14, આઇફોન 15 અને આઇફોન 16 ડિસ્કાઉન્ટ
એમેઝોને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલને દિવાળી સુધી લંબાવ્યો છે. આ સેલમાં એમેઝોન ઇન્ડિયા, એપલ આઇફોન્સ પર શાનદાર ઓફર આપી રહ્યું છે. આઇફોન 13ની વાત કરીએ તો આ ફોન હાલ 43,999 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. જ્યારે સામાન્ય રીતે આ ફોન 59,600 રૂપિયામાં લિસ્ટેડ હોય છે. જો તમારી પાસે એચડીએફસી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે તો લિસ્ટ પ્રાઇસ પર 4000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
આઇફોન 14ની વાત કરીએ તો એમેઝોન પર આ આઇફોનને 69,000 રૂપિયાની જગ્યાએ 59,000 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આ સિવાય એચડીએફસી, બેંક ઓફ બરોડા, એચએસબીસી ક્રેડિટ કાર્ડ દ્વારા હેન્ડસેટ પર વધારાની છૂટ મળશે.
આ પણ વાંચો - ટાટા નેક્સન સીએનજી vs ટાટા પંચ સીએનજી : કિંમત, ફિચર્સ અને એન્જિનના મામલામાં કોણ છે શાનદાર
જો તમે આઇફોન 15 (128 જીબી) સ્માર્ટફોન મેળવવા માંગો છો, તો તમે આ 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 12 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 69,990 રૂપિયામાં ખરીદી શકો છો. સામાન્ય રીતે આ સ્માર્ટફોન 79,990 રૂપિયામાં વેચાય છે પરંતુ હાલમાં જ ફોનની કિંમતમાં 10000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેન્ક ડિસ્કાઉન્ટની સાથે ફોનમાં 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
તે જ સમયે, લેટેસ્ટ એપલ આઇફોન 16 સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયાથી 79,990 રૂપિયામાં લઈ શકાય છે. એપલ આઇફોન 16ને એમેઝોનથી બેંક ડિસ્કાઉન્ટ સાથે છૂટ પર પણ લઇ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us