/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/iPhone-14-Plus.jpg)
iPhone 14 Plus Price Cut: એપલ આઈફોન 14 પ્લસ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. (Image: Shruti Dhapola/ Indian Express)
Apple iPhone 14 Plus Price Cut: એપલ આઈફોન 14 પ્લસ ની કિંમતમાં જબરદસ્ત ઘટાડો થયો છે. જો તમે એપલ આઇફોન ખરીદવા માટે મોટી ડીલની રાહ જોઇ રહ્યા છો, તો એક મોટી તક છે. આઇફોન 14 પ્લસ સ્માર્ટફોનને ધમાકેદાર ઓફર સાથે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે. એપલનો 2022માં લોન્ચ થયેલો આ ફોન શાનદાર ઓપ્શન છે. ચાલો એપલ આઇફોન 14 પ્લસ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ અને ફીચર્સ વિશે જાણીયે
iPhone 14 Plusની કિંમતની સાથે જ ફ્લિપકાર્ટ પર ઘણી બેંક ઓફર પણ આપવામાં આવી રહી છે. પસંદગીના બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે એપલ આઇફોન 14 પ્લસ પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત આઇફોન 14 પ્લસની કિંમત પ્રથમ વખત 52000 રૂપિયા થી નીચે આવી જશે. તમને જણાવી દઈએ કે એપલ આઈફોન પર ઉપલબ્ધ આ ઓફર 28 જૂન થી 29 જૂન વચ્ચે ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે આ ઓફર આઇફોન 14 પ્લસ માત્ર 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પર પણ લાગુ છે. જ્યારે હેંડસેટના બાકીના વેરિએન્ટ હજુ પણ પાછલી કિંમતે ઉપલબ્ધ છે.
આઇફોન 14 પ્લસ ખરીદવા માટે વધુ સારો વિકલ્પ કયો છે?
જો તમને મોટી સ્ક્રીનવાળો આઇફોન જોઇતો હોય જેની બેટરી લાઇફ પણ શાનદાર હોય અને કિંમત પણ વધારે મોંઘી ન હોય તો આઇફોન 14 પ્લસ એક શાનદાર ઓપ્શન છે. અત્યારે જે કિંમત ઓફર કરવામાં આવી રહી છે તેને જોતા એપલનો ફોન હાલ ખરીદી શકાય છે.
એપલ આઇફોનમાં 6.7 ઇંચની OLED સ્ક્રીન છે, જેમાં એક નાની નોચ આપવામાં આવી છે. આઇફોન 14 પ્લસ સ્માર્ટફોન એ15 બાયોનિક ચિપસેટ સાથે આવે છે અને તે સરળતાથી મલ્ટિ-ટાસ્કિંગ અને ગેમ્સ રમી શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે એપલના હેન્ડસેટમાં ઓછામાં ઓછા 3 મોટા આઇઓએસ અપડેટ્સ મળશે.
આ પણ વાંચો | વીવોનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા સહિત શાનદાર ફીચર્સ, જાણો કિંમત
તમને જણાવી દઈએ કે એપલ આઈફોન 14 પ્લસમાં વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. આ સ્માર્ટફોન માં એપલ આઇફોનના તમામ ફીચર્સ જેવા કે આઇપી68 રેટિંગ, પ્રીમિયમ ગ્લાસ મેટલ સેન્ડવિચ ડિઝાઇન અને લાઇટનિંગ ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us