iphone 14 Price Cut In India: આઇફોન 14 સ્માર્ટફોન સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોન 14ને એપલે દેશમાં આઇફોન 14 પ્લસ, આઇફોન 14 પ્રો અને આઇફોન 14 પ્રો મેક્સની સાથે લોન્ચ કર્યો હતો. હવે દેશમાં આઇફોન 14 અને આઇફોન 14 પ્લસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે, સ્ટાન્ડર્ડ આઇફોન 14 હેન્ડસેટને એપલ રિસેલર ઇમેજિન દ્વારા મોનસૂન ફેસ્ટ સેલમાં સસ્તી કિંમતે ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે ઈ-કોમર્સ વેબસાઈટ અને ઓફિશિયલ વેબસાઈટની સરખામણીમાં આઈફોન 14ને એપલ રિસેલર કરતા ઘણી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ભારતમાં આઇફોન 14 કિંમત (iPhone 14 Price In India)
આઇફોન 14 નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 79900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. હાલ આ આઇફોનને ઓફિશિયલ વેબસાઇટ પર 69900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
એપલ રિસેલર ઇમેજિને પુષ્ટિ કરી છે કે, આઇફોન 14ના આ વેરિઅન્ટને મોનસૂન ફેસ્ટ સેલમાં 34900 રૂપિયાની અસરકારક કિંમતે ખરીદી શકાય છે. આ ઉપરાંત બીજી પણ ઘણી ઓફર્સ છે.
69900 રૂપિયામાં લિસ્ટેડ આ આઇફોન 14માં ઇમેજિન ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 3000 રૂપિયાની કેશબેક ઓફર પણ છે. તેમજ તમે તમારો જૂનો સ્માર્ટફોન નવા આઇફોન 14 સાથે 20000 રૂપિયા સુધીના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે પણ મેળવી શકો છો. ઉપરાંત 6000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ છે. આ તમામ ડિસ્કાઉન્ટ બાદ આઇફોન 14ની અસરકારક કિંમત 34900 રૂપિયા થઇ જશે.
આ પણ વાંચો | માત્ર 8999 રૂપિયામાં લોન્ચ થયો 50 MP કેમેરા અને 128 GB સ્ટોરેજ સાથે રિયલમી C63 સ્માર્ટફોન, જાણો ફીચર્સ
આઇફોન 14 સ્પેસિફિકેશન્સ
આઇફોન 14 ફોન માં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર OLED સ્ક્રીન આપવામાં આવી છે. આઇફોનમાં એપલનું એ15 બાયોનિક પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. એપલનો દાવો છે કે આઇફોનની બેટરી સિંગલ ચાર્જમાં લાંબા સમય સુધી ચાલે છે.





