iPhone 15 Plus પર સૌથી મોટી ઓફર, 17000થી ઓછી કિંમતમાં આવી રીતે તમને મળી શકે છે આઇફોન

iPhone 15 Plus Biggest Discount : જો તમે એપલનો ફોન ખરીદવા માંગો છો અને મોટી ડીલની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક છે.

iPhone 15 Plus Biggest Discount : જો તમે એપલનો ફોન ખરીદવા માંગો છો અને મોટી ડીલની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
iPhone 15 Plus, iPhone 15, iPhone

આઇફોન 15 પ્લસને હાલમાં એમેઝોન ઇન્ડિયા પર 9 ટકાના ઘટાડા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

iPhone 15 Plus Biggest Discount : એપલે વર્ષ 2023માં આઇફોન 15 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. એમેઝોન પર આ ક્યુપર્ટિનોની આ કંપનીએ 128 જીબી સ્ટોરેજવાળા આઇફોન 15 પ્લસના બ્લેક કલર વેરિઅન્ટને ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કરાવ્યું છે. જો તમે એપલનો ફોન ખરીદવા માંગો છો અને મોટી ડીલની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક છે.

Advertisment

એપલ આઇફોન 15 પ્લસને એમેઝોનથી એક્સચેન્જ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ સાથે 17,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જી,હા, તમે બરાબર વાંચ્યું છે, અમે તમને જણાવી રહ્યા છીએ કે એપલના આ આઇફોનને તમે ઓછી કિંમતમાં કેવી રીતે ખરીદી શકો છો.

એપલ આઇફોન 15 પ્લસ એમેઝોન ડીલ

89,600 રૂપિયા વાળા આઇફોન 15 પ્લસને હાલમાં એમેઝોન ઇન્ડિયા પર 9 ટકાના ઘટાડા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલે કે હાલમાં આ ફોન એમેઝોન પર 81,900 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહકોને સારી કન્ડિશનવાળો જૂના ફોન એક્સચેન્જ કરવા પર 58,700 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફરનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો - 180MP પેરિસ્કોપ ટેલિફોટા કેમેરાવાળા HONOR Magic6 Pro ની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

Advertisment

આ ઉપરાંત આ એપલ આઈફોનને એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ સાથે લેવાથી 6,470 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે. ડિસ્કાઉન્ટ ઓફર અને બેંક કાર્ડ ડીલને લાગુ કરતા આઇફોન 15 પ્લસની અસરકારક કિંમત ઘટીને 16,370 રૂપિયા થઇ ગઇ છે. આ કિંમતમાં એપલના ફોન પર મળી રહેલી આ ડીલ ખરેખર શાનદાર છે.

આઇફોન 15 પ્લસ સ્પેસિફિકેશન્સ

આઇફોન 15 પ્લસ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે છે જે પ્રોમોશન ટેક્નોલોજી સાથે આવે છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે.

એપલના આઇફોનમાં નવીનતમ એ16 બાયોનિક ચિપસેટ છે જે ફોનમાં હાઇ પર્ફોમન્સ સુનિશ્ચિત કરે છે. આઇફોન 15 પ્લસમાં લાંબા સમય સુધી ચાલનારી બેટરી, નવું અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.

એપલ આઇફોન 15 પ્લસ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જેના કારણે ઓછા પ્રકાશમાં પણ સારી ક્વોલિટીના ફોટો અને વીડિયો કેપ્ચર કરી શકાય છે. આ સિવાય ફોનમાં કેમેરાના સારા પરફોર્મન્સ માટે અલ્ટ્રા વાઈડ અને ટેલિફોટો કેમેરા સેન્સર પણ ઉપલબ્ધ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G