/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/iphone-15.jpg)
iPhone 15 : આઈફોન 15 સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો. (Image: Bijin Jose/The Indian Express)
iPhone 15 Price Discount In Flipkart Big Billion Days Sale: આઈફોન ખરીદવા માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2024માં એપલે આઇફોન 15 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થયો છે. એપલ આઇફોન 15 ફ્લિપકાર્ટ સેલમાં બેંક, એક્સચેન્જ ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે 35000થી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
જો તમે પણ એપલ આઈફોન ખરીદવા ઈચ્છો છો તો ભાગ્યે જ તમને આટલી સારી ડીલ મળશે. ચાલો ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ એપલ આઇફોન 15 ડીલ વિશે જાણીયે
iPhone 15 Price Discount in Flipkart Big Billion Days Sale | ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં આઇફોન 15 કિંમતમાં ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટે આઇફોન 15ને સૌથી ઓછી કિંમત 54999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યો છે. તમને જણાવી દઇયે કે, આ આઈફોન 79900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમા 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 64999 રૂપિયા અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 84999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મોટી સ્ક્રીનવાળા આઇફોન 15 પ્લસના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટ સાથે 64999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને અનુક્રમે 74999 રૂપિયા અને 94999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ઉપરાંત એચડીએફસી બેંકના કાર્ડવાળા આ આઇફોન પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. એપલના આ આઇફોનને તમે એક્સચેન્જ ઓફર સાથે 35000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ધ્યાન રહે કે જૂના ડિવાઈસની એક્સચેન્જ વેલ્યૂ ઈ-કોમર્સ કંપની પોતાની શરતના આધારે નક્કી કરે છે.
2024માં આઇફોન 15/15 પ્લસ ખરીદવો કેટલો યોગ્ય છે?
આઇફોન 15 ભલે એક વર્ષ જૂનો સ્માર્ટફોન હોય પરંતુ તે હજી પણ સૌથી પાવરફુલ આઇફોન પૈકીનો એક છે જે તમને 60000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી શકે છે. ઉપરાંત બેંક ઓફરનો ફાયદો ઉઠાવતા તમે આઇફોન 16 તમને 75000 રૂપિયાથી વધુની કિંમતમાં મળશે.
આઇફોન 15 અને આઇફોન 16 વચ્ચેનો સૌથી મોટો તફાવત એપલ ઇન્ટેલિજન્સ છે. એ 18 પ્રોસેસર સાથે આવતા આઇફોન 16માં એપલ ઇન્ટેલિજન્સ મળશે જ્યારે આઇફોન 15માં નહીં આવે. પરંતુ 20000 રૂપિયાના મોટા પ્રાઇસ ગેપને ધ્યાનમાં લેતા, આઇફોન 15 ખરીદવો એ વધુ સારો વિકલ્પ છે. 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે, તમને વધુ સ્ટોરેજ પણ મળશે અને પૈસાની બચત પણ થશે.
જો કે આઇફોન 16થી તમને બ્રાન્ડ ન્યૂ એ18 ચિપસેટ મળશે અને લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ અને નવા ફીચર્સ મળતા રહેશે. આ ઉપરાંત નવું કેમેરા કેપ્ચર બટન અને એક્શન બટન પણ છે.
આ પણ વાંચો | Vivo V40e ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ
આ મુખ્ય તફાવતો ઉપરાંત આઇફોન 16 અને આઇફોન 15 લગભગ સમાન છે. આ બંને આઇફોનમાં 6.1 ઇંચની 60હર્ટ્ઝ સ્ક્રીન છે જે ડાયનામિક આઇલેન્ડ સાથે આવે છે. બંને ડિવાઇસમાં ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. બંને આઈફોનમાં એક સમાન કેમેરો છે, બસ સેન્સરનું સેટઅપ બદલાઈ ગયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us