Apple iPhone 16 Launch Date and Time: આઇફોન 16 ની આતુરતાનો અંત આવશે, આ તારીખે યોજાશે એપલ ઇવેન્ટ

Apple iPhone 16 Launch Date and Time, Price in India: એપલ આઇફોન 16 ટુંક સમયમાં લોન્ચ થઇ શકે છે. હકીકતમાં એપલ કંપનીએ 9 સપ્ટેમ્બર માટે ઇટ્સ ગ્લોટાઇમ (Its Glowtime) શિર્ષક વાળી ઇવેન્ટ માટે આમંત્રણ મોકલ્યું છે.

Written by Ajay Saroya
August 27, 2024 11:24 IST
Apple iPhone 16 Launch Date and Time: આઇફોન 16 ની આતુરતાનો અંત આવશે, આ તારીખે યોજાશે એપલ ઇવેન્ટ
Apple iPhone 16 Launch Date: આઇફોન 16 9 સપ્ટેમ્બર યોજાનાર એપલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. (Photo: Social Media)

Apple iPhone 16 Launch Date and Time, Price in India: એપલ આઇફોન 16 લોન્ચ થવાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આઇફોન 16 વિશે છેલ્લા ઘણા મહિનાઓથી સતત માહિતી લીક થવાની સાથે સાથે વિવિધ રિપોર્ટ સામે આવી રહ્યા છે. પરંતુ હવે ક્યુપરટિનો સ્થિત આ ટેક જાયન્ટે આખરે ચાહકોની રાહનો અંત આણ્યો છે. જી હા, એપલ ઇવેન્ટમાં આઇફોન 16 લોન્ચ અંગેની તારીખ જાહેર થઇ ગઇ છે.

આઇફોન 16 ક્યારે લોન્ચ થશે?

એપલ ઇવેન્ટમાં આઇફોન 16 લોન્ચ થવાનો છે. આઇફોન 16 આગામી 9 સપ્ટેમ્બેર લોન્ચ થવા જઇ રહ્યો છે. હકીકતમાં એપલ કંપનીએ 9 સપ્ટેમ્બર માટે ‘ઇટ્સ ગ્લોટાઇમ’ (It’s Glowtime) શિર્ષક વાળી ઇવેન્ટ માટે આમંત્રણ મોકલ્યું છે. એપલની આ ઇવેન્ટમાં નવા આઇફોન 16 સીરીઝની સાથે જ બીજી ઘણી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થવાની આશા છે. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોમાં કંપનીના મુખ્યમથક સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજાશે.

હંમેશની જેમ એપલે આમંત્રણમાં આઇફોન 16 વિશે કોઇ ઉલ્લેખ કે સંકેત આપ્યા નથી. જો કે આ સમયે આઇફોન 16 લોન્ચ થવાની આશા છે. ભારતીય સમય અનુસાર આ કાર્યક્રમ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે.

આ પણ વાંચો | ₹ 20000 : ભારતમાં 20000 થી ઓછી કિંમતના ટોપ 5 સ્માર્ટફોન, 108 એમપી કેમેરા અને 6000mAh બેટરી, જુઓ યાદી

તમને જણાવી દઈએ કે આઈફોન 16 એપલ માટે મહત્વની પ્રોડક્ટ બનવા જઈ રહી છે. આ સીરિઝમાં માત્ર મોટી ડિસ્પ્લે અને અપગ્રેડેડ કેમેરા જ નહીં હોય, પરંતુ ‘એપલ ઇન્ટેલિજન્સ’ સાથે નવા ડિવાઇસ રજૂ કરવામાં આવશે. એપલના ફેન્સ ખાસ કરીને આઇફોન 16માં મળેલા આ ફીચરની રાહ જોઇ રહ્યા છે અને આશા રાખવામાં આવી રહી છે કે એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ સાથે આવનારા સમયમાં આઇફોનનું વેચાણ વધી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ