iPhone 16 ની કમાલ! Galaxy S24ને પાછળ રાખી દુનિયામાં સૌથી ઝડપી 5G ડાઉનલોડ સ્પીડવાળો ફોન બન્યો

iPhone 16 : અગ્રણી નેટવર્ક ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી ફર્મ ઓકલાનો નવો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં અલગ અલગ સ્માર્ટફોનના 5જી નેટવર્કિંગ પરફોર્મન્સનો ખુલાસો થયો છે

iPhone 16 : અગ્રણી નેટવર્ક ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી ફર્મ ઓકલાનો નવો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં અલગ અલગ સ્માર્ટફોનના 5જી નેટવર્કિંગ પરફોર્મન્સનો ખુલાસો થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
5G download speeds, iPhone 16

iPhone 16 Galaxy S24ને પાછળ રાખી દુનિયામાં સૌથી ઝડપી 5G ડાઉનલોડ સ્પીડવાળો ફોન બન્યો (Express Photo)

iPhone 16 best Smartphone in world : એપલ આઇફોન 16 સીરિઝ લોન્ચ થયાને થોડા મહિના વીતી ગયા છે. નવા આઇફોનને Qualcomm ના Snapdragon X75 5G મોડમ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. Galaxy S24 Series માં પણ 5G Modem મળે છે જે Snapdragon 8 Gen 3 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Advertisment

અગ્રણી નેટવર્ક ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી ફર્મ ઓકલાનો નવો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં અલગ અલગ સ્માર્ટફોનના 5જી નેટવર્કિંગ પરફોર્મન્સનો ખુલાસો થયો છે. 17 નવેમ્બરે પ્રકાશિત થનારા આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આઇફોન 16 સીરીઝ દુનિયામાં 5G ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ છે. આ કિસ્સામાં આઇફોન 16 સિરીઝે ગેલેક્સી એસ 24 સિરીઝ અને પાછલી પેઢીના એપલ આઇફોન્સને પાછળ છોડી દીધા છે.

5G ડાઉનલોડ સ્પીડમાં iPhone 16 સિરીઝનો જલવો

ઓકલાના રિપોર્ટ અનુસાર આઇફોન 16 સીરીઝે ભારત, એશિયા, યુરોપ, લેટિન અમેરિકા અને ઉત્તર અમેરિકા સહિત 11 અલગ અલગ દેશોમાં 5જી ડાઉનલોડ સ્પીડમાં ગેલેક્સી એસ24ને માત આપી છે. 5G સ્પીડ દરેક દેશમાં અલગ-અલગ હોય છે. એપલનો લેટેસ્ટ ફોન ફિલિપાઇન્સ અને બ્રાઝિલ જેવા કેટલાક દેશોને બાદ કરતા મોટાભાગના દેશોમાં સેમસંગ ગેલેક્સી એસ 24 કરતા વધુ સારી 5G ડાઉનલોડ સ્પીડ આપવામાં સફળ રહ્યો હતો.

ભારતમાં કેટલી છે ડાઉનલોડ સ્પીડ

ભારતમાં આઇફોન 16 સીરીઝ સરેરાશ 261 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ ઓફર કરે છે, જ્યારે ગેલેક્સી એસ24માં 251 એમબીપીએસની સ્પીડ મળે છે. જોકે ગેલેક્સી એસ 24 માં 19Mbps સ્પીડ સાથે 5G નેટવર્ક પર થોડી વધુ સારી અપલોડ સ્પીડ આપવામાં આવી છે જ્યારે આઇફોન 16 17Mbps સુધી મર્યાદિત છે. લેટન્સીની વાત કરીએ તો આઇફોન 16 ગેલેક્સી એસ 24 સીરીઝ, આઇફોન 15/14 કરતા થોડું સારું પરફોર્મન્સ આપે છે.

Advertisment

આ પણ વાંચો - સ્ટારલિંક શું છે? એલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોજેક્ટ સાથે જોડાયેલી બધી માહિતી, જાણો પ્લાન અને કિંમત

ભલે દુનિયાભરમાં સૌથી ઝડપી 5G ડાઉનલોડ સ્પીડ આપવાના મામલે આઇફોન ટોપ પર છે. પરંતુ વર્ષના શ્રેષ્ઠ ફ્લેગશિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ગેલેક્સી એસ 24 અને એપલના લેટેસ્ટ ફ્લેગશિપ ફોન આઇફોન 16 વચ્ચેની સ્પીડમાં આ તફાવત ખૂબ જ નજીવો છે. સામાન્ય યુઝર્સને દરરોજના ઉપયોગ દરમિયાન તેમાં કોઈ તફાવત દેખાતો નથી.

જોકે Snapdragon X80 5G મોડમ સાથે આવનાર Snapdragon 8 Elite Soc પ્રોસેસર વાળા નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થવાની સાથે આ આંકડો બદલાશે. જે નિશ્ચિત રીતે નવા મોડમ સાથે આઇફોન 16માં આપેલા Snapdragon X75 મોડમથી મળનાકી નેટવર્કિંગ સ્પીડ અને લેટન્સી બંને પાછળ રહી જશે.

સેમસંગ સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G